તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલો ઉભા થયા છે. શહેરમાં પોલીસ પરિવાર જ સલામત નથી તો સામાન્ય સ્ત્રી કેવી રીતે સલામત હોઈ શકે. શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી પત્ની સાથે ડૉક્ટરને ત્યાં દવા લેવા ગયાં હતાં. દવા લેવામાં વાર લાગે તેમ હોવાથી પોલીસ કર્મીની પત્ની શાકભાજી ખરીદવા માટે ગઈ હતી. ત્યાં શાકની લારીની બાજુમાં એક શખ્સે હસીને આ મહિલાને શું લેવું છે એવું બદઈરાદા સાથે પૂછ્યું હતું. જેથી મહિલાએ સવાલ કરતાં આ શખ્સ આવેશમાં આવી ગયો હતો અને મહિલાને ચાલ મારી સાથે એમ કહીને બબાલ કરી હતી. જેથી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.
પત્નીને ઉતારી પતિ કામ માટે નીકળી ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરની ગાયકવાડ હવેલી પોલીસ લાઈનમાં પોલીસ કર્મી સેક્ટર-1ના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ તેમની પત્ની સાથે રામબાગ વિસ્તારમાં ડૉક્ટરને ત્યાં દવા લેવા માટે નિકળ્યા હતાં. પત્નીને ડોક્ટરને ત્યાં દવા લેવા માટે ઉતારીને તેઓ તેમના સરકારી કામ માટે નીકળી ગયાં હતાં. ડૉક્ટરના ત્યાં સમય લાગે તેમ હોવાથી તેઓ શાકમાર્કેટમાં શાક લેવા માટે ગયાં હતાં.
છેડતી કરનાર શખ્સે મહિલાને બિભત્સ શબ્દો બોલ્યા
શાક લેતી વખતે લારીની બાજુમાં ઉભેલો એક શખ્સ મહિલાની સામે બદઈરાદા પૂર્વક હસીને શું લેવું છે એમ પૂછતો હતો. જેથી મહિલાએ મારી સામે જોઈને કેમ બોલે છે તવું પૂછતાં આ શખ્સ આવેશમાં આવી ગયો હતો અને મહિલાને ચાલ મારી સાથે એમ કહીને બિભત્સ શબ્દો બોલ્યો હતો. બાદમાં શખ્સે જ્યોત્સનાબેન, વિમળાબેન અને નીતા બેન અહીં આવો આ બહેન મારી સાથે ઝગડો કરે છે એવી બૂમો પાડીને અન્ય મહિલાઓને બોલાવી હતી.
ટોળાએ મહિલાના દાગીના તોડી નાંખ્યા
આ શખ્સે બોલાવેલી મહિલાઓએ ભેગા થઈને પોલીસ કર્મીની પત્ની સાથે બોલાચાલી કરીને ધક્કે ચઢાવી હતી. મહિલાના ગળામાંથી અને હાથમાંતી 1.30 લાખના દાગીના તોડી નાંખીને લઈ લીધા હતાં. મહિલાએ બબાલ વધતાં પતિને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. ત્યારે ટોળાએ તેમની સાથે પણ માથાકૂટ કરી હતી. જેથી મહિલાએ પોતાની સાથે છેડતી, મારામારી, ચેઈન સ્નેચિંગ સહિતની કલમો હેઠળ સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.