તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતો યુવક તેની પત્ની સાથે મટન લઈને ઘરે જતો હતો ત્યારે તેને પોલીસની ખોટી ઓળખ આપીને એક શખ્સે મટન લઈને જવું ગેરકાયદેસર છે એમ કહીને ખોટા કેસમાં ફસાવી નાંખવાની ધમકી આપીને પાંચ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે બાપુનગર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની ખોટી ઓળખ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરાઈવાડીમાં રહેતા અને મજુરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પ્રવિણભાઈ વાઘેલા બુધવારે તેમની પત્ની સાથે મચ્છી માર્કેટથી મટન લઈને એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમની પાછળ મોટરસાયકલ લઈને એક શખ્સ આવ્યો અને પોતાની ખોટી ઓળખ આપીને મટન લઈ જવું ગેરકાયદેસર છે. જેથી તમારા બંને પર કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. મટન લઈને જવામાં તમને બંનેને છ મહિનાની સજા થશે તેમ કહીને ગભરાવી નાંખ્યા હતાં.
પાંચ હજાર રૂપિયા લઈને શખ્સ ફરાર થઈ ગયો
આ શખ્સ બાદમાં પ્રવિણભાઈને મટનની થેલી ખોલાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપવા લાગ્યો હતો. પ્રવિણભાઈ ગભરાઈ ગયા અને પોલીસની ઓળખ આપનારની માફી માંગવા લાગ્યા હતા. દરમિયાન પોલીસની ખોટી ઓળખ આપનાર શખ્સે પ્રવિણભાઈ પાસે ખર્ચા પાણીના રૂ.1 હજાર રોકડા અને બેંકના એટીએમમાંથી રૂ.4 હજાર બળજબરી પૂર્વક કઢાવી લીધા હતાં, અને તે કુલ રૂ.5 હજાર લઈને ફરાર થઈ ગયો હતો. જો કે પ્રવિણભાઈ ઘરે ગયા ત્યારે પોલીસની ઓળખ આપનાર શખ્સ ફ્રોડ હોવાનું જાણતા તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.