તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
8 મહિના પહેલા એક શેરી કૂતરાને લાકડી વડે મારીને લોહીલુહાણ કરી દેનાર યુવાને બીજા શેરી કૂતરા ઉપર એક્ટિવા ચડાવી દેતાં કૂતરાનો એક પગે ગંભીર ઈજા થઇ હતી. તેનો વીડિયો વાઈરલ થયો હતો. જેથી આ અંગે યુવાનને ઠપકો આપવા ગયેલી પ્રાણીઓના વેલફેર માટે કામ કરતી સંસ્થાની મહિલાને ધમકી આપતા આ અંગે પોલીસ ફરિયાદ થઈ હતી.
પાલડી રંગ વિહાર સોસાયટીમાં રહેતા માર્કેડ લક્ષ્મીકાંત પંડિતે એપ્રિલમાં તેમની સોસાયટીના શેરી કૂતરાને લાકડીથી માર્યુ હતું. જો કે તે ઘટનાનો વીડિયો વહેતો થતા પ્રાણીઓના વેલફેર માટે કામ કરતા દીપાબહેન જોશીએ સોસાયટીમાં જઈને માર્કેડને કૂતરાઓ સાથે આવું વર્તન નહીં કરવા સમજાવ્યા હતા. તેમ છતાં 23 ડિસેમ્બરે માર્કેડે એક શેરી કૂતરા પર એક્ટિવા ચઢાવી દીધું હતું. જેનો વીડિયો દીપાબહેનને મળતાં તેમણે માર્કેડ વિરુદ્ધ પાલડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગત મે માસમાં રાણીપમાં કાર પર બેસતા કૂતરાની એરગનથી હત્યા કરી હતી
ગત મે માસમાં પણ શહેરના રાણીપ વિસ્તારમાં અબોલ જીવ પર અત્યાચારની ઘટના સામે આવી હતી. રાણીપના ગીતા એપાર્ટમેન્ટમાં યુવકે કાર પર બેસતા કૂતરાને એરગનથી ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે રાણીપ પોલીસે જીગર પંચાલ નામના યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રાણીપના ગીતા એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ ઠાકરે કરેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ ઘરે હતા ત્યારે તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતા જીગર પંચાલ પોતાની ગેલેરીમાંથી એરગનથી ફાયરિંગ કરી કૂતરાને ડરાવતા હતા. તેમને આમ ન કરવાનું કહેતા જીગર ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે આ કુતરું દરરોજ તેની ગાડી પર બેસી જાય છે. ગાડી ગંદી કરે છે અને લીસોટા પાડે છે. એટલુ જ નહીં કેટલીકવાર ગાડીનું કવર પણ ફાડી નાંખે છે. જીગરને આવી રીતે ફરી ન કરવાનું કહેતા તે ગુસ્સે થઈને પાછો ઘરમાં જતો રહ્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.