તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોનાના કેસો એકતરફ વધી રહ્યા છે સાથે લોકોને વેક્સિન આપવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. કોરોનાથી બચવા માટે વેક્સિનેશન આપવામાં આવી રહી છે જો કે અમદાવાદમાં 58 વર્ષના વ્યક્તિએ કોરોનાની રસી લીધાંના 12 કલાકમાં જ તેમનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેઓએ કોરોનાની રસી લીધા બાદ રાતે ઘરે સુતા હતા અને અચાનક જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને થોડી જ મિનિટોમાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પરિવારના નાના પુત્ર અને તેની પત્નીએ કોરોનાની રસી લેવાનું ટાળ્યું છે.
3 મહિના પહેલા જ અમદાવાદ રહેવા આવ્યાં હતા
અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા અભિષેક ગેડિયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદમાં સરકારી નોકરી હોવાથી છેલ્લા બે વર્ષથી અહીંયા રહે છે અને તેમના માતા-પિતા સુરત ખાતે રહે છે. પિતા મનસુખભાઇ ગેડિયાને દોઢ વર્ષ પહેલાં અમદાવાદમાં જ બાયપાસ સર્જરી કરાવી હતી. અવારનવાર અમદાવાદ ખાતે ડોક્ટરને બતાવવા આવવું પડતું હોવાથી તેઓ ત્રણ મહિના પહેલા જ અમદાવાદ સાથે રહેવા આવી ગયા હતા. રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધ્યા હતા અને લોકોને રસી આપવામાં આવી રહી હોવાથી તેમના માતા-પિતાએ પણ રસી લેવાનું નક્કી કર્યું હતું.
મૃતકે બાયપાસ સર્જરી કરાવી હતી
2 એપ્રિલના રોજ માતા-પિતા બંને રસી લેવા માટે ઠક્કરબાપાનગર પાસે આવેલા વિરાટનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ગયા હતા. પિતાએ બાયપાસ સર્જરી કરાવી હોવાથી તેઓ તેમના રિપોર્ટ વગેરે સાથે લઈને ગયા હતા. જ્યાં હાજર ડોકટરને રસી લેતાં પહેલા આ રિપોર્ટ બતાવ્યા હતા. હાજર ડોકટરે તેમને રસી લેવામાં કોઈ વાંધો ન હોવાનું કહ્યું હતું. જેથી બંનેએ રસી લીધી હતી. રસી લીધાં બાદ તેમના પિતા નોકરી પર ગયા હતા અને માતા ઘરે આવ્યા હતા. સાંજે પિતા નોકરી પરથી આવ્યા ત્યારે તેમને અશક્તિ અને તાવ જેવું આવ્યું હતું. માતાને પણ તાવ આવી ગયો હતો. મોડી રાતે 12 વાગ્યાની આસપાસ મનસુખભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેમના પત્નીએ પણ પૂછ્યું હતું તો થોડી તકલીફ હોવાનું કહ્યું હતું. માત્ર બે મિનિટમાં જ તેઓનું મોત થયું હતું.
માત્ર 12 કલાક જ મોત થયું
પરિવારના સભ્યોનું કહેવું છે કે, મનસુખભાઈને કોઈ જ બીમારી ન હતી તેઓને દોઢ વર્ષ પહેલાં બાયપાસ જ કરાવ્યું હતું. કોરોનાની રસી લેતા પહેલા ડોકટરને પુછીને જ રસી લીધી હતી પરંતુ ડોક્ટરના મિસ ગાઈડન્સના કારણે તેઓએ રસી લીધી અને માત્ર 12 કલાક જ તેમનું મોત થયું હોવાનું તેમને લાગી રહ્યું છે. ઘરમાં રસી લીધા બાદ પિતાનું અવસાન થતાં હવે અભિષેકભાઈ અને તેમના પત્નીએ કોરોનાની રસી ન લેવાનું નક્કી કર્યું છે.
લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય તો પણ રસી લઈ શકાય છે, દરેકે લેવી જોઈએ
લોહી પાતળું થવાની દવા ચાલતી હોય તો પણ વેક્સિન લઈ જ શકાય છે. વેક્સિન લેવાના કારણે કોઈ હૃદયના દર્દીનું મોત થયું હોય તે માનવાને કારણ નથી. દરેક વ્યક્તિએ નિર્ભય રહીને વેક્સિન લેવી જોઈએ અને લોકોને લેવાનો આગ્રહ કરવો જોઈએ. - ડો. તેજસ પટેલ, રાજ્યની કોવિડ કોર કમિટીના સભ્ય
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.