તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાસ આપ્યાની ફરિયાદ:અમદાવાદમાં પતિએ નવો ધંધો કરવા ફેશન ડિઝાઈનર પત્નીના નામે 15 લાખ લોન લીધી, પૈસા મળતાં જ પત્નીને તગેડી મૂકી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પત્નીએ લોન પતિના નામે ટ્રાન્સફર કરાવવાનું કહેતાં ત્રાસ આપવાનું શરૂ કર્યું

ફેશન ડિઝાઈનર પત્નીના નામે કાપડ બનાવવાનો ધંધો શરૂ કરવા પતિએ પત્નીના નામે પ્રધાનમંત્રી ગૃહ ઉદ્યોગ યોજના હેઠળ 35 ટકા સબસિડીવાળી રૂ.14.81 લાખની લોન લીધી હતી. જો કે લોનની રકમ મળતા અને ધંધો શરૂ થઇ જતાં પતિ, સાસુ અને સસરાએ નાની-નાની બાબતે તેમજ દહેજ માટે પુત્રવધૂને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ તો અન્ય સ્ત્રી સાથે રંગરેિલયા મનાવતો હતો. સાસરી પક્ષના સભ્યોના ત્રાસથી કંટાળીને પુત્રવધૂએ લોનમાંથી તેનું નામ કાઢીને સાસરી પક્ષના સભ્યોના નામે કરી દેવા કહેતા પતિ - સાસુ - સસરાએ પુત્રવધૂને કાઢી મૂકી હતી.

ન્યૂ રાણીપ ભારદ્વાજ સોસાયટીમાં રહેતા અદિતિબહેને દર્શન મિસ્ત્રી (અલ્કાપુરી સોસાયટી, ઘાટલોડિયા) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદ દર્શનને કાપડ બનાવવાનો ધંધો કરવો હતો. જ્યારે અદિતિએ ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હોવાથી તેના નામે પ્રધાનમંત્રી ગૃહ ઉદ્યોગ યોજના હેઠળ લોન લેવાનું નક્કી કર્યુ હતુ.

જો કે લોન રૂ.14.81 લાખ હાથમાં આવી જતાં દર્શને યુનિટેટ વિઝન સ્પોર્ટ વે નામની કંપની શરૂ કરી મકાનનું ભાડું અને લાઈટ બીલના પૈસા અદિતિ પાસે માંગવાનું શરૂ કર્યુ હતું.

દર્શનને બીજી સ્ત્રી સાથે સબંધ પણ હોવાનું અદિતિને જાણવા મળ્યું હતું. જે બાબતે અદિતિએ વાત કરતા તો દર્શન તેમની સાથે મારઝૂડ કરતો હતો. લોન તેના નામથી સાસરી પક્ષના સભ્યોને તેમના નામે ટ્રાન્સફર કરી લેવા અદિતિએ કહ્યું હતું, પરંતુ આ લોકોએ લોન અદિતિના નામે જ ચાલુ રાખી હતી. આ લોકોએ આખરે અદિતિને ઘરમાંથી કાઢી મુકતા તેણે ત્રણેય વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સાસુના નામે કંપની, પતિ મેનેજર
દર્શને કંપની શરૂ કરતા પહેલા અદિતિને કહ્યું હતુ કે આપણી કંપની અદિતિ અને માતા હીનાબહેનના નામે ભાગીદારીમાં શરૂ કરીશું. તે પ્રમાણે જ કંપની શરૂ કરી હતી જ્યારે દર્શન કંપનીના મેનેજરના હોદ્દાની રુએ કંપની સંભાળતો હતો. જો કે કંપની શરૂ થઇ તેના 4 જ મહિનામાં સાસરી પક્ષના સભ્યોએ અદિતિબહેનને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.

સાસરિયાં સામે પોલીસ ફરિયાદ
અદિતિ અને દર્શનને સ્ટુન્ડન્ટ વિઝા પર અમેરિકા જવું હતું. જેથી કોર્ટમાં લગ્ન કર્યા પછી પણ તે બંને પોત પોતાના ઘરે જ રહેતા હતા. પરંતુ વિઝા નહીં મળતા તેમણે અમદાવાદમાં જ સ્થાયી થવાનું નક્કી કર્યુ હતું. જો કે, તે પછી લોનના નામે પત્નીને છેતરીને ત્રાસ આપવાનું શરૂ કરતાં પત્નીએ પતિ, સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો