પતિ બન્યો હેવાન:અમદાવાદમાં પત્નીએ પાણીના કનેકશનનું બિલ ચૂકવવા પૈસા માંગતા પતિએ માથામાં ઈંટ મારી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્ની ઘર ખર્ચના પૈસા માગે તો પતિ બિભત્સ શબ્દો બોલીને મારઝુડ કરતો

ફતેવાડીમાં રહેતી પત્નીએ ઘરમાં પાણીના કનેશનના પૈસા આપવાના હોવાથી પતિ પાસે પૈસા માંગ્યા ત્યારે ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથા પર ઈંટ મારી માથુ ફોડી નાખ્યું હતું અને લોહીલુહાણ હાલતમાં પત્નીને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી. જે બાદ ઈજાગ્રસ્ત પત્ની તેના પિયરમાં રહેવા પહોંચી હતી અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

ફતેવાડીમાં રહેતી 24 વર્ષીય મહિલાના લગ્ન પાંચ વર્ષ પહેલા ફતેવાડી ખાતે રહેતા યુવક સાથે થયા હતા. પતિ છુટક મજુરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. લગ્ન બાદ યુવતી સંયુકત પરિવારમાં રહેવા લાગી હતી. ત્રણેક મહિના સુધી પતિએ સારી રીતે રાખી હતી. બાદમાં ઘર ખર્ચના પૈસા માંગે તો પતિ બિભત્સ શબ્દો બોલીને મારઝુડ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં 'પૈસા તારા પિયરમાંથી લઈને આવ' તેમ કહીને ત્રાસ આપતો હતો.

આ દરમિયાન એક દિવસ ઘરે આવતા પાણીના કનેશનના પૈસા આપવાના હોવાથી યુવતીએ પતિ પાસે પૈસા માંગ્યા ત્યારે પતિએ 'મારી પાસે કોઈ પૈસા નથી અને તારે મારી સાથે રહેવુ હોય તો પૈસાની માંગણી કરવાની નહીં' તેમ જણાવીને ગળદાપાટુનો માર માર્યો હતો અને ઘરમાં પડેલી ઈંટ લઈને યુવતીના માથાના ભાગે મારી માથુ ફોટી નાખ્યું હતું. જેથી યુવતીના માથામાંથી લોહી નિકળવાનું ચાલુ થઈ ગયુ હતું.

તેમ છતાં પતિએ તેને લોહીલુહાણ હાલતમાં ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી પત્ની તેના પિયરમાં રહેવા ચાલી આવી હતી અને હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. બાદમાં યુવતીએ તેના પતિના વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...