તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમદાવાદમાં દિલ્હીથી HONDA CITY કારમાં ચોરી કરવા આવતી ગેંગ ઝડપાઈ, એક આરોપીએ પોલીસથી બચવા પોતાના હાથમાં બ્લેડ મારી દીધી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસે આ ગેંગ ચોરી કરવા એક ફ્લેટમાં ઘૂસે એ પહેલાં તેને ઝડપી પાડી હતી. - Divya Bhaskar
પોલીસે આ ગેંગ ચોરી કરવા એક ફ્લેટમાં ઘૂસે એ પહેલાં તેને ઝડપી પાડી હતી.
 • દિલ્હી પાસિંગની ગોલ્ડન કાર સોલા અને અન્ય વિસ્તારોમાં ફરતી હતી

અમદાવાદ શહેરની સોલા પોલીસે માત્ર દિવસે જ ચોરી કરતી ગેંગના સભ્યોને પકડી પાડ્યા છે. આ ગેંગના સભ્યો દિલ્હીથી હોન્ડા સિટી કાર લઈને અમદાવાદના પોશ વિસ્તારમાં ચોરી કરવા આવતા હતા. આ ગેંગ ફતેહવાડીમાં રોકાઈને કારમાં ચોરી કરવા નીકળતી હતી. આ કાર અનેક વિસ્તારોમાં દેખાતાં પોલીસે CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા. એ બાદ બાતમી મળતાં પોલીસે ટોળકી ચોરી કરવા એક ફ્લેટમાં ઘૂસે એ પહેલાં એને ઝડપી પાડી હતી. ત્રણમાંથી એક ચોરે પોલીસથી ડરીને તેણે પોતાની જીભ નીચે રાખેલી બ્લેડ કાઢી હાથ પર મારી દીધી હતી. પોલીસે આ ગેંગ પાસેથી કુલ 2 લાખ 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ જે જગ્યાએ પહોંચી હતી ત્યાં આ આરોપીઓ ચોરી કરવા જ આવ્યા હતા.
પોલીસ જે જગ્યાએ પહોંચી હતી ત્યાં આ આરોપીઓ ચોરી કરવા જ આવ્યા હતા.

દિલ્હી પાસિંગની ગોલ્ડન કાર સોલા અને અન્ય વિસ્તારોમાં ફરતી હતી
CCTV ફૂટેજમાં દેખાતી આ દિલ્હી પાસિંગની હોન્ડા સિટી ગોલ્ડન કાર છેલ્લા ઘણા દિવસોથી સોલા અને અન્ય પશ્ચિમ વિસ્તારોમાં ફરી રહી હતી. જ્યારે જ્યારે આ કાર જે જે વિસ્તારમાંથી નીકળી હોય એ જ સમયગાળામાં ત્યાં ચોરી થતી હતી, જેથી આ કારમા આવતા લોકો જ ચોરી કરતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. તપાસ કરી, પણ પોલીસને કોઈ કડી હાથ ન લાગી, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા. આ દરમિયાન એક પાનના ગલ્લાવાળાએ ફરી આ કાર જોતાં તેની મદદથી તાત્કાલિક સોલા પોલીસ ત્યાં પહોંચી હતી.

દિલ્હી પાસિંગની હોન્ડા સિટી ગોલ્ડન કાર છેલ્લા ઘણા દિવસોથી સોલા અને અન્ય પશ્ચિમ વિસ્તારોમાં ફરી રહી હતી.
દિલ્હી પાસિંગની હોન્ડા સિટી ગોલ્ડન કાર છેલ્લા ઘણા દિવસોથી સોલા અને અન્ય પશ્ચિમ વિસ્તારોમાં ફરી રહી હતી.

પોલીસના મારથી બચવા આરોપીએ પોતાને બ્લેડ મારી
પોલીસ જે જગ્યાએ પહોંચી હતી ત્યાં આ આરોપીઓ ચોરી કરવા જ આવ્યા હતા અને રંગેહાથ ઝડપાયા હતા, એમ સોલા PI જે.પી. જાડેજાએ જણાવ્યું હતું. આ ત્રણ આરોપી પૈકી એક ઇર્ષાદ કુરેશી આરોપી, જેના માથે પાટાપિંડી કરાઈ છે, તેણે પોતાને જ બ્લેડ મારી હતી. પોલીસના મારથી બચવા જીભ નીચે રાખેલી બ્લેડ કાઢી હાથ અને માથામાં બ્લેડના ઘા મારી દેતાં તાત્કાલિક તેને સારવાર પણ અપાઈ અને તેને 12 ટાંકા આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આરોપીઓ કોઈ મકાનની રેકી કરતા ન હતા.

આરોપીઓએ અનેક ચોરીને અંજામ આપ્યો
આ કાર તેમણે તેમના મિત્ર પાસેથી ખરીદી હતી. જ્યાં જ્યાં કાર લઈને નીકળે ત્યાં ત્યાં મકાન બંધ હોય તો ચોરી કરી ફરાર થઈ જતા હતા. આરોપીઓ તેમના ઓળખીતા સમીર નામના શખસના ફતેહવાડી ખાતેના મકાનમાં રોકાતા હતા અને ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ અનેક ચોરીને અંજામ આપ્યો છે, પણ તેમને કોઈ સ્થળ યાદ નથી એવું રટણ કરતા હતા. તેમણે કુલ કેટલી ચોરી કરી છે એનો આંકડો પોલીસ મેળવી શકી નથી. આરોપી સમીર ફતેહવાડીનો રહેવાસી છે. જ્યારે આરોપી ઇર્ષાદ કુરેશી, અકબર સરહોજ દિલ્હીના રહેવાસી છે. અગાઉ દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડામાં પણ પકડાઈ ચૂક્યા છે. તમામની આકરી પૂછપરછ કર્યા બાદ સોલા પોલીસ સ્ટેશન સિવાય અન્ય પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુના પણ ઉકેલાઈ શકે છે.

દિવસે ચોરી કરતી ગેંગ તાળાં પરની ધૂળ જોઈને તે બંધ મકાનને ટાર્ગેટ કરતી હતી
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે. પી. જાડેજાએ જણાવ્યું કે, આ ત્રણેય દિલ્હીથી ચોરી કરવા અમદાવાદ આવીને ફતેવાડીમાં રહેતા હતા તેમ જ દિવસ દરમિયાન ચોરી કરવા નીકળતા હતા. જ્યારે ચોરી કરવા માટે બંધ મકાન, ફ્લેટ, બંગલાને ટાર્ગેટ કરતા હતા, જેના માટે બંગલાનું તાળું ચેક કરતા અને તેના પર જામેલી ધૂળ જોઈને તે મકાન લાંબા સમયથી બંધ હોવાનું માનીને તેનું તાળું તોડીને ચોરી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો