પોલીસની કાર્યવાહી:અમદાવાદમાં ઈન્શ્યોરન્સ પોલિસીના પૈસા પાછા અપાવવાના બહારે 35 લાખ પડાવનાર ગેંગના આરોપી UPથી ઝડપાયા

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુ.પીથી ઝડપાયેલા આરોપીઓની તસવીર - Divya Bhaskar
યુ.પીથી ઝડપાયેલા આરોપીઓની તસવીર
  • શહેરના નિવૃત્ત શિક્ષક સાથે 1 વર્ષમાં રૂ.35 લાખની ઠગાઈ કરાઈ હતી

શહેરના એક નિવૃત્ત શિક્ષકને ઇન્શ્યોરન્સ પોલિસીના વાર્ષિક પ્રીમિયમના નાણાં પરત અપાવવા તથા વીમો ઉતરાવવાની લાલચ આપી 1 વર્ષમાં 35 લાખની છેતરપિંડી આચરાઈ હતી. જે મામલે નિવૃત્ત શિક્ષકે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમે તપાસ કરીને પૈસા પડાવનારી ગેંગના મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

નરોડાના નિવૃત્ત શિક્ષક સાથે ઠગાઈ કરાઈ હતી
નરોડામાં રહેતા પાશભાઈ પટેલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત માર્ચ મહિનાથી કેટલાક અજાણ્યા લોકોએ તેમને ફોન કરીને તેમને ભરેલી પોલિસીના પ્રીમિયમના નાણાં પરત અપાવવા તથા વીમો ઉતરાવવા માટે એક વર્ષ દરમિયાન અલગ અલગ પ્રોસીઝર ચાર્જ પેટે 8 જેટલા બેન્ક એકાઉન્ટમાં 35,13,467 રૂપિયા પડાવ્યા હતા. પૈસા ભરાવ્યાં બાદ કોઈ પોલિસી કે રિટર્ન નાણાં આપ્યા નહોતા અને તેમની સાથે છેતરપિંડી કરી હતી જે મામલે તેમને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉત્તર પ્રદેશથી આરોપીને પોલીસ પકડી લાવી
સાયબર ક્રાઈમ દ્વારા ફરિયાદને લઈને તપાસ કરવામાં આવી હતી. ત્યારે ટેક્નિકલ એનાલિસિસ કરતા આરોપીઓએ ઉત્તર પ્રદેશમાં રહીને ગુનાને અંજામ આપ્યું હોવાનું જાણવા મળતા એક ટીમ ઉત્તરપ્રદેશ ગઈ હતી અને આ છેતરપિંડી કરતી ગેંગના શુભમ અધિકારી અને સતેન્દ્ર જાટવ નામના આરોપીઓની ધરપકડ કરી હતી.

વીમો લેનારા લોકોને ટાર્ગેટ કરતી ગેંગ
આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓના સાગરીતો પહેલા લોકોને ફોન કરીને તેમને લીધેલ પોલિસી બાબતમાં કોઈ તકલીફ હોવા અંગે પૂછપરછ કરતા. તે બાદ વિગતો જાણીને અન્ય આરોપીઓ વિમા પોલિસીના સેટલમેન્ટ કરાવવાનું કહીને લોકો પાસે પૈસા પડાવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...