તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાનો પ્રયાસ:અમદાવાદમાં રૂ.10 હજારની લેતીદેતીમાં મિત્રએ મિત્રને મા-બેનની ગાળો આપી છરીના ઘા માર્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં મિત્રએ રૂ.10 હજારની લેતી દેતીમાં મિત્રની છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ મિત્ર ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકની તબિયત સ્થિર થતા તેણે મિત્ર સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા સોલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આરોપીએ 6 મહિને પણ રૂ.10 હજાર પરત કર્યા નહોતા
આ અંગે વિસ્તારથી વાત કરીએ તો ઘાટલોડિયામાં આવેલા પ્રસ્થાન બંગલોઝમાં પ્રતીક પટેલ નામનો યુવાન પરિવાર સાથે રહે છે. પ્રતીક નવરંગપુરા ખાતે ચિરાગ મોટર્સ નામે દુકાન ધરાવી વેપાર કરે છે. તેની ચાંદલોડિયામાં રહેતા મહેન્દ્ર ઉર્ફે પપુ વછેટા સાથે મિત્રતા હતી. સાત મહિના પહેલા પ્રતીકે મહેન્દ્રને રૂ. 10 હજાર ઉછીના આપ્યા હતા. આ પૈસા 6 મહિનામાં પરત કરવાના હતા, જો કે મહેન્દ્રએ છ માહિના વિતવા છતાં પૈસા પરત કર્યા ન હતા. માત્ર એટલું જ નહીં, ફોન કરવા છતાં મહેન્દ્ર પૈસા આપતો ન હતો. ચાર દિવસ પહેલા રાત્રે પ્રસંગ પાર્ટી પ્લોટ પાછળના મેદાનમાં પ્રતીક તેના મિત્ર સાથે બેઠો હતો ત્યારે મહેન્દ્રને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો.

આજે અને કાલે પણ પૈસા નહિ મળે કહી છરી કાઢી પ્રતીકને ઘા માર્યા બાદમાં પ્રતીકે મિત્રના મોબાઈલમાંથી ફોન કરતા મહેન્દ્રએ ફોન ઉપાડ્યો હતો. પ્રતીકે તેને રૂ.10 હજાર પરત આપવાનું કહી મળવા માટે કહ્યું હતું. થોડીવાર બાદ મહેન્દ્ર ત્યાં આવ્યો હતો. બંને વચ્ચે પૈસાની વાતચીત થઈ હતી, જેમાં મહેન્દ્રએ ઉશ્કેરાઈ પૈસા નહિ મળે અને મા-બેનની ગાળો આપી હતી. આજે પણ અને કાલે પણ પૈસા નહિ મળે કહી અચાનક મહેન્દ્રએ છરી કાઢી પ્રતીકને ઘા મારી દીધા હતા. બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજા થતાં પ્રતીકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસ બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્ર સામે ગુનો નોંધયો હતો.