તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોના મહામારીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વધતા જતા કેસને લઈને રાજ્યના પોલીસ વડાએ માસ્ક નહીં પહેરનાર સામે કડક પગલાં ભરવાનો આદેશ કર્યો છે. ત્યારે અમદાવાદમાં પોલીસે માસ્ક વિના બહાર નિકળતા 3275 લોકો પાસેથી 32.75 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.પોલીસે ડીજીપીના આદેશ પહેલાના ત્રણ દિવસમાં 2027 લોકો પાસેથી 20.27 લાખનો દંડ વસૂલ્યો છે. કોરોના કાળથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસે 27 કરોડથી વધુ રકમ માસ્કના દંડ પેટે વસૂલી છે. રાજ્યમાં કોરોનાની શરુઆતથી લઈને અત્યાર સુધીમાં પોલીસે 150 કરોડથી વધુની રકમ માસ્કના દંડ પેટે વસૂલી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 8.98 કરોડ દંડ વસૂલાયો
માર્ચ મહિનાથી દેશમાં કોરોના સંક્રમણને કારણે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોના પોતાની ગતિ પકડી રહ્યો હતો. ત્યારે સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યુ હતું. આ સમયગાળા દરમિયાન પોલીસે લોકો પાસેથી કરોડો રૂપિયામાં માસ્કનો દંડ વસૂલ્યો હતો. હવે ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદના માત્ર પૂર્વ વિસ્તારમાંથી જ પોલીસે માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીમાં 1.63 લાખ લોકો પાસેથી 8.98 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જ્યારે 20 હજારથી વધુ લોકોની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ પણ કરી છે.
ઝોન 5માં માસ્કના દંડના સૌથી ઓછા કેસ
શહેરના ઝોન-4માં માસ્ક નહીં પહેરવાના 62 હજાર 767, ઝોન5માં 42 હજાર 474 અને ઝોન 6માં 58 હજાર 288 કેસ નોંધવામાં આવ્યાં છે. અમદાવાદમાં ઝોન 5માં માસ્કના દંડ તથા જાહેરનામા ભંગના સૌથી ઓછા કેસ નોંધાયા છે.
છેલ્લા 5 દિવસમાં 50 પોલીસકર્મી પોઝિટીવ
અમદાવાદમાં છેલ્લા 5 દિવસમાં 50 પોલીસકર્મી અને અધિકારી કોરોનાગ્રસ્ત બન્યા છે. ત્યારે પોલીસ વિભાગમા કોરોના સંક્રમણ વધતાં પોલીસ કમિશ્નર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. માસ્ક ન પહેરનાર અને કોવિડ ગાઈડલાઈનનુ પાલન ન કરનાર પોલીસકર્મી સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. પોલીસકર્મી માસ્ક વિના દેખાશે તો તેની સામે પગલા લેવામાં આવશે. અને ચુસ્તપણે કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.
1524 પોલીસ કર્મીએ કોરોનાને માત આપી
પોલીસ આજ દિન સુધી પોલીસ વિભાગમાં કુલ 1590 કોરોનાના કેસો સામે આવ્યા છે. જેમાથી 1524 પોલીસ કર્મીએ કોરોનાને માત આપી છે. અને 16 પોલીસ કર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. માટે કોરોનાની બીજી લહેરમાં પણ 5 દિવસમાં 50 કેસ નોંધાયા છે. જેથી પોલીસ વિભાગમાં કોરોના વિભાગમાં સંક્રમણ અટકાવી શકાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીએ આદેશ કર્યા છે. અને કોરોના ગાઈડલાનનુ સંપુર્ણ પાલન કરવા માટે સુચના આપી છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.