કાર માલિકે 1.15 કરોડની મર્સીડિઝ બેન્ઝ માટે 1111 નંબર મેળવવા માટે 10 લાખનો ખર્ય કર્યો છે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં શનિવારે પસંદગીના નંબરો માટે આવેલી અરજીમાં એક જ નંબર મેળવવા 94 લોકોએ એક કરતા વધુ અરજી કરી હતી. આરટીઓના ઇતિહાસમાં પ્રથમવાર કારમાં પસંદગીના એક નંબર માટે 10 લાખની હરાજી થઇ છે. અગાઉ 8.50 લાખ સુધી હરાજી થઇ હતી.
જીજે01 ડબલ્યુકે સિરીઝના પસંદગીના નંબરોની હરાજીમાં 828 કાર માલિકોએ અરજી કરી હતી. શનિવારે યોજાયેલી હરાજીમાં 1111 નંબર 10.21 લાખમાં ખરીદવામાં આવ્યા છે. જ્યારે એક નંબર 3.95 લાખ આરટીઓને આવક થઇ હતી. આ સિવાય ટુવ્હિલરની જીજે01 એક્ષડી સિરીઝના પસંદગીના નંબરોની હરાજીમાં 1 નંબર 33000માં ખરીદાયો હતો. આ સિવાય 0007 નંબરની રૂ. 34 હજાર, 0009ની 8 હજાર, 7878ની 11 હજાર, 1919ની હજાર, 1010ની હજારની આવક થઇ છે. ટુવ્હિલરમાં વાહન માલિકોનો રસ ઘટી રહ્યો છે. જ્યારે કારમાં હજી પણ પસંદગીના નંબરો લેવા કાર માલિકો રસ દાખવે છે.
પસંદગીના નંબર-આવક
નંબર | આવક |
1 | 3,95,000 |
7 | 2,16,000 |
9 | 1,99,000 |
111 | 2,21,000 |
1111 | 1,021,000 |
7272 | 1,56,000 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.