તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજબૂત મનોબળ:અમદાવાદમાં 91 વર્ષની ઉંમરે મહિલાએ એન્જીયોપ્લાસ્ટી કરાવીને હાર્ટ એટેક અને કોરોના સામે જીત મેળવી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાના લક્ષણો જોવા મળતાં સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં - Divya Bhaskar
કોરોનાના લક્ષણો જોવા મળતાં સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
  • કોરોના પોઝિટીવ હોય ત્યારે દર્દીને એન્જીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકવામાં આવે તેવા કિસ્સા ભાગ્ચેજ બનતા હોય છે

કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં ઘાતક સાબિત થઈ હતી. આ લહેર હવે દેશમાં નિયંત્રણમાં આવી રહી છે. ત્યારે અનેક એવા કિસ્સા છે જેમાં શતાયુ થવાની નજીકમાં હોય તેવા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હોય. અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલમાં એક 91 વર્ષની મહિલાએ કોરોના અને હાર્ટ એટેક બંને દર્દો સામે જીત મેળવીને જીવનનું શતક પુરુ કરવાની હિંમત મેળવી છે.

29 મેના રોજ હાર્ટ એટેક આવ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુશિલાબેન નામના દર્દીને 29 મેના રોજ હાર્ટ એટેક આવતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. તેમને ફ્લેશ પાલ્મોનરી ઈડીમા હોવાનું પણ જણાયું હતું. આ એક એવી સ્થિતિ છે કે જે ફેફસામાં અતિશય પ્રવાહીને કારણે તથા કોરોના ARDSની શરૂઆતની સ્થિતિમાં જોવા મળે છે. બીજા દિવસે તેમને કોરોનાના લક્ષણો જોવા મળતાં સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

સ્વસ્થ થતાં તેમને 7મી જૂનના રોજ રજા આપવામાં આવી હતી
સ્વસ્થ થતાં તેમને 7મી જૂનના રોજ રજા આપવામાં આવી હતી

એન્જીયોપ્લાસ્ટી કરવાની તજવીજ હાથ ધરાઈ
સિમ્સ હોસ્પિટલ ખાતે ક્રિટિકલ કેર ફિઝિશિયન અને એડલ્ટ આઈસીયુના ઈન્ચાર્જ ડો. ભાગ્યેશ શાહ જણાવે છે કે સુશિલાબેનને જયારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં ત્યારે તેમનું બ્લડ પ્રેશર અસ્થિર હતું. તેમને વધુ ઓક્સિજન આપવાની જરૂર જણાઈ હતી. કોરોનાની સારવારની સાથે એમને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. હોસ્પિટલમાં દાખલ કર્યા પછી પહેલી જૂનના રોજ સિનિયર કાર્ડિયોલોજીસ્ટ કેયુર પરીખ અને ડૉ. વિનિત સાંખલાએ સુશિલાબેનને ઉંમર અને કોરોનાનું જોખમ હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી કરી અને સફળતા પૂર્વક સ્ટેન્ટ મુક્યું હતું. આ પ્રક્રિયા પછી તેમનું બ્લડ પ્રેશર સામાન્ય થયું હતું. તેઓ સ્વસ્થ થતાં તેમને 7મી જૂનના રોજ રજા આપવામાં આવી હતી.

હકારાત્મક અભિગમે તેમના સાજા થવામાં મહત્વની ભૂમિકા બજાવી
હકારાત્મક અભિગમે તેમના સાજા થવામાં મહત્વની ભૂમિકા બજાવી

હકારાત્મક અભિગમની મહત્વની ભૂમિકા
ડો. ભાગ્યેશ શાહ જણાવે છે કે 90થી વધુ વર્ષની ઉંમરે અને તે પણ કોરોના પોઝિટીવ હોય ત્યારે દર્દીને એન્જીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકવામાં આવે તેવા કિસ્સા ભાગ્ચેજ બનતા હોય છે. આવા કિસ્સામાં દર્દી ખાસ હરી ફરી શકે નહીં અને એન્જીયોપ્લાસ્ટી કરી શકાય તેવી સ્થિતિ હોતી જ નથી. ઘણા કિસ્સામાં પરિવાર શસ્ત્રક્રિયા કરાવવાનો વિરોધ કરે છે. આમ છતાં પણ સુશીલાબેન આ ઉંમરે હજુ પણ સક્રિય છે અને મજબૂત ઈચ્છાશક્તિ ધરાવે છે. તેમના હકારાત્મક અભિગમે તેમના સાજા થવામાં મહત્વની ભૂમિકા બજાવી છે.

અન્ય સમાચારો પણ છે...