ભૂલ ભારે પડી:અમદાવાદમાં યુવકે અડધી ઉંમરની સગીરાના નગ્ન ફોટો પાડી બ્લેકમેલ કરી, હોટલમાં બળાત્કાર કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી આ સગીરાને હોટલમાં આવવા બ્લેકમેલ કરી હતી

અમદાવાદની 14 વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહે છે. એકાદ વર્ષ પહેલા તે સોશિયલ મીડિયા થકી એક યુવકના સંપર્કમાં આવી હતી. જેમ જેમ બંનેના સંપર્ક અને વાતો આગળ વધતી ગઈ તેમ તેમ આ શખ્સે સગીરાને તેની જાળમાં ફસાવવાનું શરૂ કર્યું હતું. સગીરા પણ ધીમે ધીમે 27 વર્ષના યુવકની માયા જાળમાં ફસાઈ ગઈ. બંને વચ્ચે મુલાકાતો થવા લાગી હતી. બંને એકબીજાને મળતા હતા ત્યારે આ શખ્સ સગીરા સાથે અંગત પળો માણતો હતો. અને ત્યારે તેણે સગીરાના નગ્ન ફોટો પણ લીધા હતા.

બ્લેકમેલ કરી બળાત્કાર ગુજારતો હતો
બાદમાં આ શખ્સે નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી આ સગીરાને હોટલમાં આવવા બ્લેકમેલ કરી હતી. હોટલ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજારતો હતો. થોડા સમય બાદ સગીરાના પરિવારને જાણ થતા તેઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

પોલીસે બળાત્કારના ગુનામાં તેની ધરપકડ કરી
ગાયકવાડ હવેલી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરી અને 27 વર્ષીય આરોપી અબ્દુલ કૈયુમ ખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપી જમાલપુરમાં રહે છે અને હાલ પોલીસે બળાત્કારના ગુનામાં તેની ધરપકડ કરી છે. આરોપીએ એકાદ વર્ષ પહેલા એક સગીરાનો સોશિયલ મીડિયાથી સંપર્ક સાધ્યો હોવાની તેણે કબૂલાત કરી છે. બાદમાં 14 વર્ષની સગીરાના નગ્ન ફોટો વોટ્સએપ પર મંગાવી આરોપીએ હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું હોવાનું હવેલી પીઆઇ આર એચ સોલંકીએ જણાવ્યું છે. ત્યારે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જરૂરી છે. જો એનો દુરુપયોગ થાય તો આવા કિસ્સા બનવા પામતા હોય છે તે કહેવું ખોટું નથી.

અન્ય સમાચારો પણ છે...