તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમનો કરૂણ અંજામ:અમદાવાદમાં 15 વર્ષ જુની પ્રેમિકાએ પ્રેમીના બે લાખ રૂપિયા વાપર્યા, અન્ય યુવકના પ્રેમમાં પડતાં જ પ્રેમીએ હત્યા કરી

અમદાવાદ22 દિવસ પહેલા
ક્રાઈમ બ્રાંચે હત્યારા પ્રેમીને ઝડપી પાડ્યો
  • યુવતીની લાશ પાણીની ટાંકીમાં નાંખીને યુવક ભાગી ગયો, ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

અમદાવાદમાં પ્રેમમાં દગો, છેતરપિંડી અને બાદમાં હત્યાનો અરેરાટી ઉભી કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના પ્રેમીના 15 વર્ષનો સંબંધ તોડીને અન્ય વ્યક્તિ સાથે પ્રેમમાં પડી હતી. તેણે પ્રેમીના બે લાખ રૂપિયા પણ વાપરી નાંખ્યા હતાં. જેથી પ્રેમીને પોતાની સાથે દગો થયો હોવાનું લાગતાં જ તેણે પ્રેમિકાને મળવા બોલાવી હતી. તેણે યુવતીને ધાબા પર લઈ જઈને હત્યા કરી નાંખી હતી. યુવતીની લાશને ધાબા પર મુકેલી પાણીની ટાંકીમાં નાંખી દીધી હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરીને મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઊંચકી લીધો છે.

બંને પ્રેમીઓએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રેખા નામની યુવતીને ઈરફાન નામના યુવક સાથે છેલ્લા 15 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને એક બીજા વિના રહી ના શકે એટલો મજબૂત પ્રેમ હતો. ઈરફાને થોડા થોડા કરીને બચાવેલા પોણા બે લાખ રૂપિયા જેટલી રકમ રેખાને આપી હતી. આ રકમ રેખાને આપ્યા બાદ બંને સાથે રહેવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન રેખા અન્ય યુવાનના પ્રેમમાં પડી હતી.

ઈરફાને નજીકની પાણીની ટાંકીમાં રેખાની લાશને નાંખી દીધી
ઈરફાને નજીકની પાણીની ટાંકીમાં રેખાની લાશને નાંખી દીધી

પ્રેમિકાના પેટમાં છરી હુલાવી દીધી
ઈરફાનને અંદાજ આવી ગયો હતો કે રેખાએ તેના રૂપિયા વાપરી નાંખ્યાં છે. હવે તે કોઈ અન્યને પ્રેમ કરી રહી છે. પ્રેમમાં સતત દગો મળતો હોવાનું જણાતાં જ ઈરફાને રેખાને મળવા એક કારખાના પાસે બોલાવી હતી. રેખા ઈરફાનને મલવા પહોંચી ત્યારે ઈરફાન ગુસ્સે થઈ ગયો હતો. તેણે રેખાનું ગળું પકડીને નીચે પટકી હતી અને માર માર્યો હતો. આ સમયે ઈરફાન પાસે એક છરી હતી જે તેણે રેખાના પેટમાં હુલાવી દીધી હતી.

લાશને પાણીની ટાંકીમાં નાંખીને યુવક ફરાર થઈ ગયો
રેખાનું મોત થતાં તેની લાશ ક્યાં સંતાડવી એ ઈરફાન માટો સૌથી મોટો પ્રશ્ન હતો. જેથી ઈરફાને નજીકની પાણીની ટાંકીમાં રેખાની લાશને નાંખી દીધી હતી. લાશ નાંખ્યા બાદ ઈરફાન ત્યાંથી બે મોબાઈલ ફોન લઈને ભાગી ગયો હતો. આ સમગ્ર બનાવમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઈરફાન આરોપી હોવાની કડી મળી અને તેને ઝડપી લીધો હતો.

આરોપી ઈરફાન મૂળ ઉત્તરપ્રદેશનો વતની
ઈરફાનને મૃત્યુ પામેલી રેખા સાથે 15 વર્ષથી પ્રેમ સંબંધ હતો. 2019માં તેણે રૂ. 1.75 લાખ રેખાને રાખવા માટે આપ્યા હતા. રેખાએ બીજા સાથે સંબંધ રાખી પૈસા વાપરી નાખ્યા હતા. ઈરફાને રેખાને ખોખરા મોહન એસ્ટેટ પાસે બોલાવી રેખાનું ગળું દબાવીને નીચે પાડી માથાના ભાગે ઈજાઓ કરી છરીના ઘા મારી હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...