તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના વળતા પાણી:અમદાવાદમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોરોના ટેસ્ટના 85 ડોમ બંધ કરી દેવાયા, સંપાદિત કરેલી હોસ્પિટલોની સંખ્યા ઘટાડીને 55 કરવામાં આવી

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોરોના ટેસ્ટ માટેના કેટલાક ડોમ બંધ કરી દેવામાં આવ્યા - Divya Bhaskar
કોરોના ટેસ્ટ માટેના કેટલાક ડોમ બંધ કરી દેવામાં આવ્યા
 • 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં બાળકો અને ગાયનેક વિભાગનો વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો

રાજ્યમાં હાલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકિય પક્ષો પ્રચારમાં પણ ભીડ ભેગી કરીને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યાં છે. આ દરમિયાન કોરોનાના કેસોમાં સહેજ વધારો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદમાં ઘટી રહેલા કેસને જોતાં હવે કોવિડ ટેસ્ટ માટે ઉભા કરવામાં આવેલા 85 જેટલા ડોમ બંધ કરી દેવામાં આવ્યાં છે. બીજી તરફ શહેરની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં પણ 26માંથી 22 વોર્ડ બંધ કરીને ત્યાં ગાયનેક તથા બાળકોનો વિભાગ શરૂ કરી દેવામાં આવ્યો છે.
નર્સિંગના વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકશે
મ્યુનિસિપાલિટી હેલ્થ ખાતાના સુત્રોના જણાવ્યા પ્રમાણે શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં પ્રતિદિન 50 જેટલા કેસ નોંધાઈ રહ્યાં છે. બીજી બાજુ કોરોનાનું રસીકરણ ચાલુ થતાં નાગરીકો ભયમુક્ત બનીને સામાન્ય જીવન જીવતાં થયાં છે. એક સમયે મ્યુનિસિપાલિટી દ્વારા ઉભા કરવામાં આવેલા કોરોના ટેસ્ટ માટેના ડોમ પર ટેસ્ટ કરાવવા માટે લોકોની લાઈનો લાગતી હતી. હવે ત્યાં ગણતરીની સંખ્યામાં નાગરીકો ટેસ્ટ માટે આવતાં હોવાથી 85 જેટલા ડોમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડોમમાં નર્સિંગના સ્ટુડન્ટ્સને ટેસ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ હવે તેમાંથી મુક્ત થતાં અભ્યાસમાં ધ્યાન આપી શકશે.

ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ સંપાદિત કરવામાં આવ્યાં હતાં
ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ સંપાદિત કરવામાં આવ્યાં હતાં

55 જેટલી હોસ્પિટલોને ડિનોટીફાઈ કરી દેવામાં આવી
આ સિવાય કોરોના મહામારી સામે નાગરિકોને વિનામુલ્યે સારવાર મળી રહે તે માટે વિવિધ વિસ્તારમાં 110 જેટલી ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ સંપાદિત કરવામાં આવ્યાં હતાં. જેમાં બેડ ખાલી હોય તો પણ મ્યુનિસિપાલિટી દ્વારા નિર્ધારિત કરેલી રકમ ચૂકવવામાં આવતી હતી. હાલમાં કોરોનાના કેસો ઘટી જતાં સંપાદિત કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલો પૈકીની હોસ્પિટલોએ તેમને ડિનોટિફાય કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમજ બિનજરૂરી નાણાં ચૂકવવા ના પડે તે માટે ઉચ્ચ અધિકારીઓની મંજુરી લઈને 55 જેટલી હોસ્પિટલોને ડિનોટીફાઈ કરી દેવામાં આવી છે.

રાત દિવસ મહેનત કરી રહેલા કોરોના વોરિયર્સને પણ હાશકારો અનુભવાયો
રાત દિવસ મહેનત કરી રહેલા કોરોના વોરિયર્સને પણ હાશકારો અનુભવાયો

1200 બેડના 26 વોર્ડમાંથી 22 વોર્ડ બંધ કરી દેવામાં આવ્યાં
શહેરમાં એકંદરે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં રાત દિવસ મહેનત કરી રહેલા કોરોના વોરિયર્સને પણ હાશકારો અનુભવાયો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલમાં માત્ર 83 દર્દીઓ જ સારવાર લઈ રહ્યાં છે. જે પૈકી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે તથા 35 દર્દીઓ બાયપેપ પર સારવાર લઈ રહ્યાં છે.કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી જતાં 1200 બેડના 26 વોર્ડમાંથી 22 વોર્ડ બંધ કરી દેવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો