પોલીસ કાર્યવાહી:અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન જાહેરનામા ભંગના 67 ગુનામાં 71ની અટકાયત, પતંગ ચગાવવા બાબતે હુમલા અને મારામારીના બનાવો પણ બન્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનિચ્છનીય બનાવ ન બને તે માટે જડબેસલાક બંદોબસ્તની વ્યવસ્થા - Divya Bhaskar
અનિચ્છનીય બનાવ ન બને તે માટે જડબેસલાક બંદોબસ્તની વ્યવસ્થા
  • અમદાવાદમાં જાહેરનામાનો ભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જડબેસલાક બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી

અમદાવાદમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન વિવિધ વિસ્તારમાં જાહેરનામા ભંગના 67 ગુના પોલીસે નોંધ્યા હતા. જેમાં પોલીસે કુલ 71 આરોપીની અટક કરી હતી. જેમાં ધાબા પર મકાન માલિક અને તેના પરિવાર સિવાય એકઠા થયેલા લોકો ઉપરાંત જાહેરમાં પતંગ પકડનારાઓનો સમાવેશ થાય છે. શહેરના વાસણા, સરખેજ, નરોડા અને શહેરકોટડામાં પતંગ ચગાવવા મામલે ઝઘડા થતા હુમલા તથા મારામારીના બનાવો બન્યા હતા.કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણ નિમીત્તે પોલીસે સમગ્ર અમદાવાદમાં જાહેરનામાનો ભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જડબેસલાક બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી.તે સિવાય શહેરના વિવિધ વિસ્તારમાં પતંગ ચગાવવા બાબતે હુમલા અને મારામારીના બનાવો પણ બન્યા હતા.

પતંગ ચગાવવા બાબતે હુમલા અને મારામારીના બનાવો પણ બન્યા
શહેરના વિવિધ વિસ્તારમાં પતંગ ચગાવવા બાબતે હુમલા અને મારામારીના બનાવો પણ બન્યા હતા. જેમાં વાસણામાં ઓડાના મકાનમાં રહેતા શકરીબહેન તેમના પરિવાર સાથે ધાબા પર પતંગ ચગાવતા હતા ત્યારે બપોરે વિજય દંતાણીના દિકરાઓ નિતીન અને કલ્લુ ધાબા પર પતંગ ચગાવવા આવ્યા હતા. તેઓ જોરજોરથી બુમો પાડી ગાળો બોલતા હોવાથી શકરીબહેનની દિકરી મિનીક્ષીએ તેમને ગાળો બોલવાની ના કહી હતી. આથી ઉશ્કેરાયેલા નિતીને ક્રિકેટના સ્પ્પ વડે મિનાક્ષીના હાથ પર ફટકો મારી દીધો હતો. શકરીબહેન વચ્ચે પડતા કલ્લુએ તેના ગજવામાંથી છરી કાઢીને શકરીબહેનના હાથ પર ચાકુ મારી દીધું હતું, તેમનો દિકરો જીતુ છોડાવવા આવતા આ શખ્સોએ તેને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે વાસમા પોલીસે બન્ને શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

ખાડીયા પોલીસે બે લાઉડ સ્પિકર કબજે કરીને આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધ્યો
અન્ય બનાવમાં સરખેજમાં બાજરાવાડ નરીમાનપુરા ખાતે રહેતા બાબુભાઈ એન.ચુનારા તેમના ઘર પાસે બેઠા હતા અને તેમનો ચાર વર્ષનો દિકરો કપાયેલો પતંગ આવતા પકડયો હતો. તે સમયે બાબુભાઈની પડોશમાં રહેતો અરવિંદ ઉર્ફે ભુરો જે.ચુનારા આવ્યો હતો અને બાબુભાઈના દિકરાના હાથમાંથી પતંગ લઈ લીધો હતો.

બાબુભાઈે નાના છોકરાનો પતંગ લઈને તુ શું કરીશ એમ કહેતા ઉશ્કેરાયેલા અરવિંદે ગાળો બોલીને આજે તો તને જાનતી મારી નાંખવાનો છે કહીને બાબુભાઈને લાકડીથી ઢોર માર માર્યો હતો. સરખેજ પોલીસે આ અંગે અરવિંદ સામે ગુનો નોંદ્યો છે. તે સિવાય નરોડા અને શહેરકોટડામાં પણ હુમલાના બનાવો બન્યા હતા. તે સિવાય દાણાપીઠ લાલાભાઈની પોળમાં રહેતા અરૃણ એ.માજી અને સમર દલાલ પોતાના મકાનના ધાબા પર લાઉડ સ્પીકરો રાખી જોરજોરથી સ્પિકરો વગાડતા હોવાથી ખાડીયા પોલીસે બે લાઉડ સ્પિકર કબજે કરીને આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...