કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો દિવસે દિવસે વધે છે. કેન્દ્ર સરકાર દ્વારા 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિનેશન આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ અમદાવાદ શહેરમાં 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધીના એક અઠવાડિયામાં 15 થી 18 વર્ષની વયના 2.16 લાખ જેટલા બાળકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જેના પરથી કહી શકાય કે અમદાવાદમાં 70 ટકા જેટલા 15 થી 18 વર્ષની વયના બાળકો નો વેક્સિનેશન પૂર્ણ થઇ ચૂક્યું છે. જેમાં સૌથી વધુ વેક્સિનેશન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં થયું છે.
અઠવાડિયામાં પૂર્વ વિસ્તારમાં 75 હજાર બાળકોને રસી
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સ્કૂલો અને જે બાળકો શાળાએ નથી જતાં તેમનો ડેટા મેળવ્યો હતો, જેમાંથી 2.50 લાખ જેટલા બાળકો થતાં હતાં. બાકીના હજી 50000 જેટલા બાળકો જેઓ બહારના અને અભ્યાસ ન કરતા હોય એવા છે. એક અઠવાડિયામાં વેક્સિનેશનમાં અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં નરોડા, નિકોલ નારોલ, લાંભા, વટવા, મણિનગર, ઇસનપુર, સૈજપુર બોઘા, ઠક્કરબાપાનગર, બાપુનગર સહિતના વિસ્તારોમાં જ 15થી 18 વર્ષના 75 હજારથી વધુ બાળકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
સ્કૂલમાં ભણતા 80 ટકા બાળકોનું રસીકરણ
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદમાં સ્કૂલમાં અભ્યાસ કરતા 80 ટકા બાળકોમાં વેકસીનેશન થઈ ગયું છે. હવે જે બાળકો સ્કૂલે નથી જતા અથવા કોઈ કારણોસર સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કરી દીધો છે. તેમનો ડેટા મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. બીજી તરફ અલગ-અલગ કોચિંગ ક્લાસીસ અને ટ્યુશન ક્લાસીસોમાં પણ આરોગ્ય વિભાગે વેક્સિનેશન માટેના પ્રયાસો શરૂ કર્યા છે તેમાં જે પણ 15 થી 18 વર્ષનો બાળક છે જો તેને વ્યક્તિના લીધી હોય તો તેને આપવામાં આવી રહ્યું છે.
કોરોનાથી સ્કૂલો બંધ થતા હેલ્થ સેન્ટર પર વેક્સિન અપાશે
કોરોનાના કેસો વધતા ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. જેના કારણે હાલમાં સ્કૂલોમાં વેક્સિનેશન બંધ છે, પરંતુ તે બાળકોને પણ હવે વેક્સિન માટે નજીકમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર અથવા વેકસીન સેન્ટર પર જઈને વેકસીન લેવા માટે જણાવવામાં આવે છે. સ્કૂલો બંધ થવાના કારણે વેક્સિનેશન પર અસર પડી છે જેને કારણે છેલ્લા બે દિવસમાં 15 હજારની આસપાસ જ લોકોનું વેક્સિનેશન થયું છે.
3થી 9 જાન્યુઆરી દરમિયાન થયેલા વેક્સિનેશનના આંકડા
તારીખ | મધ્ય ઝોન | પૂર્વ ઝોન | ઉત્તર-પશ્ચિમ ઝોન | ઉત્તર ઝોન | દક્ષિણ-પશ્ચિમ ઝોન | દક્ષિણ ઝોન | પશ્ચિમ ઝોન |
3 જાન્યુઆરી | 3809 | 8104 | 5206 | 5382 | 2510 | 6365 | 5495 |
4 જાન્યુઆરી | 4740 | 7615 | 9106 | 9138 | 6644 | 6840 | 6081 |
5 જાન્યુઆરી | 2880 | 7390 | 6563 | 6935 | 3098 | 6865 | 6433 |
6 જાન્યુઆરી | 4943 | 4137 | 5225 | 9261 | 2475 | 4520 | 4965 |
7 જાન્યુઆરી | 2094 | 3169 | 4837 | 3500 | 2522 | 4383 | 4419 |
8 જાન્યુઆરી | 4224 | 2250 | 2315 | 2218 | 1111 | 8226 | 3654 |
9 જાન્યુઆરી | 198 | 870 | 662 | 338 | 178 | 1377 | 981 |
કુલ | 22888 | 33535 | 33914 | 36772 | 18538 | 38576 | 32028 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.