તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓ ચિંતાતૂર:અમદાવાદમાં RTE હેઠળ એડમિશન લેવા ભરાયેલા 5560 ફોર્મ રીજેક્ટ થતા DEO કચેરી ખાતે વાલીઓની લાઈન લાગી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ પહોંચેલા વાલીઓની તસવીર - Divya Bhaskar
જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ પહોંચેલા વાલીઓની તસવીર
  • અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં RTE હેઠળ ૩૦ હજારથી વધુ ફોર્મ ભરાયા હતા
  • 23,704 અરજીઓને એપ્રુવલ આપવામાં આવ્યું છે

RTE હેઠળ સ્કૂલોમાં પ્રક્રિયા શરુ થઇ છે જેમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં ૩૦ હજારથી વધુ ફોર્મ ભરાયા હતા જે બાદ DEO કચેરીએ ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે ત્યારે 5560 ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યા છે. ફોર્મ રીજેક્ટ થતા વાલીઓ રજૂઆત કરવા DEO કચેરીએ પહોંચ્યા છે.

DEO કચેરીએ વાલીઓની લાઈન
વસ્ત્રાપુર ખાતે આવેલ DEO કચેરીએ સવારથી જ લાંબી લાઈનો લાગી હતી. અનેક વાલીઓએ RTE નું ફોર્મ રીજેક્ટ થતા DEO કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છે. 15 જુલાઈથી પ્રવેશ પ્રક્રિયા શરુ થવાની છે ત્યારે પ્રથમ યાદી જાહેર થવાના ગણતરીના કલાકો અગાઉ જ વાલીઓના ફોર્મ રીજેક્ટ થતા વાલીઓ ચિંતામાં મુકાયા છે અને DEO કચેરીએ પહોંચ્યા હતા.

એડમિશનની પ્રક્રિયા શરૂ થવાના 2 દિવસ પહેલા જ ફોર્મ રિજેક્ટ થતા વાલીઓ ચિંતામાં
એડમિશનની પ્રક્રિયા શરૂ થવાના 2 દિવસ પહેલા જ ફોર્મ રિજેક્ટ થતા વાલીઓ ચિંતામાં

RTE હેઠળ ભરાયેલા 5560 ફોર્મ રીજેક્ટ કરાયા
​​​​​​​
કચેરી ખુલતા વાલીઓને લાઈનમાં રાખવામાં આવ્યા હતા. વાલીઓ પોતાનું ફોર્મ ક્યાં કારણથી રીજેક્ટ થયું છે તે જાણવા માટે લાઈનમાં ઉભા હતા અને ફોર્મ સ્વીકારવામા આવે તે માટે પ્રયત્ન કર્યા હતા. જીલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પધેરીયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે 30494 ઓનલાઈન અરજીઓ આવી હતી. જેમાંથી 1230 વાલીઓએ અરજી પરત ખેંચી લીધી છે, 5560 અરજીઓ ફોર્મમાં ભૂલ હોવાને કારણે રીજેક્ટ કરવામાં આવી છે.

ભાડા કરારના ડોક્યુમેન્ટમાં મોટા ભાગના વાલીઓને ક્ષતિ
તેમણે વધુમાં જણાવ્યું કે, 23,704 અરજીઓને એપ્રુવલ આપવામાં આવ્યું છે. ભાડા કરારના ડોક્યુમેન્ટમાં મોટા ભાગના વાલીઓને ક્ષતિ આવી છે, જેના કારણે અરજી રીજેક્ટ કરવામાં આવી છે. વાલીઓને અરજી રીજેક્ટ થયાની જાણ કારણ સાથે મેસેજ કરવામાં પણ આવી છે. જે અરજીમાં સામાન્ય ક્ષતિ છે તે સુધારીને એપ્રુવ કરાવીએ છીએ.