તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્વેસ્ટિગેશન:અમદાવાદમાં BRTSની 50 ઈલેક્ટ્રિક બસ RTOની પરમિટ વગર રસ્તા પર દોડી રહી છે

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: ચિરાગ રાવલ
 • કૉપી લિંક
 • પરમિટ ન હોય તો ખાનગી વાહન જપ્ત થાય છે પણ અહીં આંખ આડા કાન
 • બસને અકસ્માત થાય અને પેસેન્જર મૃત્યુ પામે કે ઈજાગ્રસ્ત થાય તો પરમિટ ન હોવાથી વીમો મળી શકે નહીં

સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં અમદાવાદ જનમાર્ગ હેઠળ રસ્તા પર દોડતી બીઆરટીએસની ઇલેક્ટ્રિક મિની 50 બસો પાસે આરટીઓની પરમિટ જ નથી. વાહનવ્યવહારના પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, પરમીટ વગર દોડતી બસના અકસ્માતની ઘટનામાં ઇન્સ્યોરન્સ પણ મળવા પાત્ર નથી. આરટીઓ અધિકારીઓ પરમિટ વગરના વાહનો ડિટેઇન કરે છે અને દંડ વસૂલે છે. પરંતુ અહીં કોઈ કાર્યવાહી થતી નથી.

વાહનવ્યવહારના પૂર્વ અધિકારી જી.એમ.પટેલે કહ્યું કે, આરટીઓ પરમિટ વગર દોડતી બસ અને ટ્રક માલિકો પાસેથી મોટર વ્હીકલ એક્ટ 192(એ)ની કલમ મુજબ દંડ 10 હજાર સુધી જ્યારે રિક્ષાચાલક પાસેથી અઢી હજાર દંડ વસૂલાય છે. દંડ ભરે નહીં તો વાહન ડિટેઈન કરાય છે. પરંતુ પરમિટ વગર દોડતી બીઆરટીએસની ઈલેક્ટ્રિક મિની બસોના કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં તંત્ર અચકાય છે. સરકારના હત્વના પ્રોજેક્ટમાં પેસેન્જરોનું હિત જળવાતું નથી. ઈલેક્ટ્રિક બસોનો વહીવટ કરનાર વીટીઇ મોબિલિટીના અધિકારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું કે, જીજે01,જેટી સિરીઝના નંબરોવાળી બસોની પરમિટ માટેની ફાઇલ સુભાષબ્રિજ આરટીઓમાં મુકાઇ છે. અમારા પ્રતિનિધિ ફાઇલના સ્ટેટસ અંગે પણ ચકાસણી કરે છે.

પૂર્વ RTOએ ગત માર્ચની ફાઈલ મોકલી જ નથી
અમદાવાદ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી આરટીઓ બોર્ડની મીટિંગમાં સરકારી ટ્રાન્સપોર્ટની બસોને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલે છે. આરટીઓએ ફાઇલ તૈયાર કરીને જિલ્લા કલેકટર સમક્ષ મોકલાવાની હોય છે. પૂર્વ આરટીઓએ ગત માર્ચની ફાઇલ હજી સુધી જિલ્લા કલેક્ટરમાં મોકલાવી નથી.

કંપનીએ મુકેલા પુરાવા મુજબ બસ દોડાવાય છે
કંપનીએ રજિસ્ટ્રેશન નંબર અને પરમિટની પ્રક્રિયા પૂર્ણ કરી જનમાર્ગમાં પુરાવા સબમીટ કર્યા છે. જમા કરાવેલા પુરાવાને આધારે બસ રસ્તા પર દોડાવાય છે. બીઆરટીએસની તમામ પ્રક્રિયા એએમટીએસના નિયમો મુજબ જ ચાલી રહી છે.

કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માગણી
બીઆરટીએસના આસિસ્ટન્ટ કમિશનર વિશાલ ખનામાએ કહ્યું-​​​​​​​ડીઝલથી ચાલતી બસો વધુ વાયુ પ્રદૂષણ ફેલાવતી હોવાથી પર્યાવરણના રક્ષણ માટે ઈલેક્ટ્રિક બસનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે. અગાઉ પણ કેટલીક ઈલેક્ટ્રિક બસ વસાવવામાં આવી હતી. પરંતુ સરકારના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં પેસેન્જરોનું હિત જળવાતું ન હોવાથી કોન્ટ્રાક્ટર સહિતના નામે પગલાં લેવાની માગણી થઈ છે.

કાર્યવાહી કરાશે
સુભાષબ્રિજ આરટીઓ આર.એસ.દેસાઇએ જણાવ્યું કે,​​​​​​​ ​​​​​​​બીઆરટીએસની બસોને પરમિટ આપવાની પ્રક્રિયા અંગે તપાસ કરીને ઝડપથી કાર્યવાહી કરાશે. જે પણ પ્રક્રિયા હશે તે પૂરી કરી દેવાશે.

આ નંબરની બસો પરમિટ વિના દોડી રહી છે

 • જીજે01-જેટી-2303
 • જીજે01-જેટી-2319
 • જીજે01-જેટી-2152
 • જીજે01-જેટી-238
 • જીજે01-જેટી-2308
 • જીજે01-જેટી-2079
 • જીજે01-જેટી-2050
 • જીજે01-જેટી-2373
 • જીજે01-જેટી-2229
 • જીજે01-જેટી-2145
 • જીજે01-જેટી-2305
 • જીજે01-જેટી-2041
 • જીજે01-જેટી-2125
 • જીજે01-જેટી-2273
 • જીજે01-જેટી-2189
 • જીજે01-જેટી-2062
 • જીજે01-જેટી-2363
 • જીજે01-જેટી- 2030
 • જીજે01-જેટી-2161
 • જીજે01-જેટી- 2148
 • જીજે01-જેટી-2090
 • જીજે01-જેટી-2045
 • જીજે01-જેટી-2136
 • જીજે01-જેટી-2270
 • જીજે01-જેટી-2184
 • જીજે01-જેટી-2371
 • જીજે01-જેટી- 2428
 • જીજે01-જેટી-2386
 • જીજે01-જેટી-2086
 • જીજે01-જેટી-2322
 • જીજે01-જેટી-2347
 • જીજે01-જેટી- 2352
 • જીજે01-જેટી-2217
 • જીજે01-જેટી-2387
 • જીજે01-જેટી- 2115
 • જીજે01-જેટી-2089
 • જીજે01-જેટી- 2057
 • જીજે01-જેટી- 2438
 • જીજે01-જેટી- 2264
 • જીજે01-જેટી- 2493
 • જીજે01-જેટી- 2485
 • જીજે01-જેટી- 2492
 • જીજે01-જેટી- 2185
 • જીજે01-જેટી- 2036
 • જીજે01-જેટી- 2495
 • જીજે01-જેટી-2349
 • જીજે01-જેટી- 2186
 • જીજે01-જેટી- 2366
 • જીજે01-જેટી- 2070
અન્ય સમાચારો પણ છે...