AMCની કાર્યવાહી:અમદાવાદમાં ડ્રાઈવ-ઇન સિનેમા રોડ, ગુરુકુળ રોડ અને બોડકદેવ વિસ્તારમાં મિલકતવેરો નહીં ભરનાર 190 પ્રોપર્ટી સીલ કરી દેવાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી પુરી થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી - Divya Bhaskar
ચૂંટણી પુરી થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી
  • AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા સિલિંગની કાર્યવાહી કરવામાં આવી

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પુરી થતા જ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની ભરપાઈ કરવામાં ના આવતી હોવાથી અને બાકી કરવેરા વસૂલવા સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. ગોતા વિસ્તાર બાદ આજે ઉત્તર પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા ડ્રાઈવ-ઇન સિનેમા રોડ, ગુરુકુળ રોડ, બોડકદેવની 49 અને પશ્ચિમ ઝોનના નવરંગપુરા, પાલડી વિસ્તારમાં આવેલી 141 મળીને 190 જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવી છે.ડ્રાઇવ ઇન રોડ, બોડકદેવ રોડ પર આવેલા સિગ્મા 2, યશ કોમ્પ્લેક્સ, ગેલેક્ષી બજારની 12 મિલકતો, હેલ્મેટ સર્કલ રોડ પર રુદ્ર આરકેડ અને કાઇરોસની 17 મિલકતો, ગુરુકુળ રોડ પર ઓક્સફર્ડ ટાવર, શાંતમ કોમ્પ્લેક્સની 9 મિલકતો અને એસ.જી હાઇવે પર સુમેલ 2, પટેલ એવન્યુ, રુદ્ધ કોમ્પ્લેક્સની 11 મિલકતોની સીલ કરવામાં આવી છે.

પાલડી, મીઠાખળી, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં 141 જેટલી મિલકતો સીલ
આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં પણ ટેક્સ વિભાગ દ્વારા મિલકત વેરો ન ભરનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાલડી, ચાંદખેડા, મીઠાખળી, નવરંગપુરા, સાબરમતી, નવાવાડજ, વાડજ સહિતના વિસ્તારમાં આવેલી કુલ 141 જેટલી મિલકતોને ટેક્સ વિભાગ દ્વારા આજે બુધવારે સીલ મારવામાં આવી છે.

કોર્પોરેશને કુલ 49 પ્રોપર્ટી સીલ કરી દીધી
કોર્પોરેશને કુલ 49 પ્રોપર્ટી સીલ કરી દીધી

આગામી દિવસોમાં સિલિગ ઝુંબેશ વધુ સઘન કરાશે
સોમવારે અમદાવાદના પૂર્વ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની વસુલાત માટે સીલ કરવામાં આવેલી આઠ મિલ્કતોના સીલ તે મિલ્કતોના વપરાશકાર-કબ્જેદારો દ્વારા છેડછાડ કરી ખોલી નાંખ્યા હોવાની ઘટના સામે આવી હતી.આજે ઉત્તર પશ્ચિમ ઝોનમાં એસજી હાઇવે અને બોડકદેવ વિસ્તારમાં મિલકતોને સીલ કરાઈ છે. જે ડિફોલ્ટરો કોર્પોરેશનની નોટીસને ગંભીરતાથી ન લેતા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવનાર છે અને તાકીદે વેરો ભરવા જણાવ્યું છે. આગામી દિવસોમાં સિલિગ ઝુંબેશ વધુ સઘન કરવામાં આવશે.

સીલ કરવામાં આવેલી પ્રોપર્ટીની યાદી
સીલ કરવામાં આવેલી પ્રોપર્ટીની યાદી
બાકી મિલ્કતવેરાની વસુલાત માટેની ઝુબેશ શરૂ કરવામાં આવી
બાકી મિલ્કતવેરાની વસુલાત માટેની ઝુબેશ શરૂ કરવામાં આવી
આઈસીબી ફલોરામાં આવેલી વીસ જેટલી દુકાનોને સીલ મારી દેવાયું
આઈસીબી ફલોરામાં આવેલી વીસ જેટલી દુકાનોને સીલ મારી દેવાયું
આગામી દિવસોમાં સિલિગ ઝુંબેશ વધુ સઘન કરવામાં આવશે
આગામી દિવસોમાં સિલિગ ઝુંબેશ વધુ સઘન કરવામાં આવશે

ગોતામાં ICB ફલોરોમાં આવેલા કોમર્શિયલ એકમો સામે કાર્યવાહી
અમદાવાદ શહેરના ગોતા વોર્ડમાં આવેલી વીસ મિલ્કતોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની ભરપાઈ કરવામાં ના આવતી હોવાથી સીલ કરી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે. આ અંગે મળતી માહીતી મુજબ,મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પુરી થતા જ હવે તંત્ર દ્વારા બાકી મિલ્કતવેરાની વસુલાત માટેની ઝુબેશ શરૂ કરવામાં આવી છે.અમદાવાદના પૂર્વ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની વસુલાત માટે સીલ કરવામાં આવેલી આઠ મિલ્કતોના સીલ તે મિલ્કતોના વપરાશકાર-કબ્જેદારો દ્વારા છેડછાડ કરી ખોલી નાંખ્યા હોવાની ઘટના સામે આવી હતી. મંગળવારે શહેરના ઉત્તર-પશ્ચિન ઝોનના ગોતા વોર્ડના આઈસીબી ફલોરામાં આવેલી વીસ જેટલી દુકાનોને મિલ્કતવેરો ભરપાઈ ના કરવાના કારણોસર સીલ કરી છે.

સીલ કરવામાં આવેલ મિલકતો

  • શ્રીનાથ ફૂડ અને બેવરેજીસ - મેમનગર
  • ચામુંડા સર્જીકલ - મેમનગર
  • શાંતમ આઈકેર હોસ્પિટલ - મેમનગર
  • ક્રિષ્ના ફાસ્ટફૂડ એન્ડ ભોજનાલય - મેમનગર
  • જલારામ પરોઠા હાઉસ - મેમનગર
  • NEWFANGLED ENTERTAINMENT PVT.LTD - એસજી હાઇવે
  • શ્રી ક્રિષ્ના પેલેસ હોટલ - થલતેજ,એસજી હાઇવે
  • મિલેનિયમ રેસ્ટોરન્ટ - એસજી હાઇવે
  • જય અંબે ફર્નિચર માર્ટ - બોડકદેવ
  • ઋષભ એકેડમી - બોડકદેવ ​​​​​​​
સીલ કરવામાં આવેલી પ્રોપર્ટીની યાદી
સીલ કરવામાં આવેલી પ્રોપર્ટીની યાદી