ખોટી દાદાગીરી:અમદાવાદમાં 'મારી લારી પાસે બિભત્સ ગાળો ના બોલો' આટલું કહેતા જ 4 શખ્સોએ યુવકને બેલ્ટ, ખુરશીથી ફટકાર્યો, લારી પર તોડફોડ કરી ભાગી ગયા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • યુવક ચાઈનીઝ-પંજાબી ખાણીપીણીની લારી ચલાવે છે
  • 4 મિત્રોએ હુમલો કરતા યુવકને માથા અને આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી

શહેરના શાહીબાગ પાસે ચાઈનીઝ-પંજાબી ખાણીપીણીની લારી ચલાવનાર પર એક શખ્સે બિભત્સ ગાળો બોલી માર માર્યો હતો. યુવકે પોતાની લારી જોડે ઉભા રહીને ગાળો ન બોલો એટલું કહેતા શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને યુવકને પટ્ટા વડે માર માર્યો હતો. જેના કારણે યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે આ બાબતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

સુભાષના મિત્રોએ લારી પાસે પડેલી ખુશીઓ ઉપાડી ફેંકવા લાગ્યાં
પ્રાપ્ત માહિતી અનુસાર, રણજીતસિંહ ચૌહાણ નામનો યુવક પોતાના પરિવાર સાથે શાહીબાગ વિસ્તારમાં રહે છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે ચાઈનીઝ-પંજાબીની ખાણીપીણીની લારી ચલાવે છે. જ્યાં ગઈકાલે રાત્રે સુભાષ નામનો યુવક તેમના મિત્રો સાથે આવ્યો હતો. સુભાષ લારી પાસે બેસીને બિભત્સ ગાળો બોલતા રણજીતે તેને આવું ના કરવા કહ્યું હતું, જેથી સુભાષ ઉશ્કેરાઈ ગયો હતો અને રણજીત સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. થોડીવાર પછી સુભાષે પોતાના પેન્ટમાં પહેરેલો પટ્ટો કાઢીને રણજીતના માથા અને આંખના ભાગે મારી દીધો હતો. તેમજ સુભાષના મિત્રોએ લારી પાસે પડેલી ખુશીઓ ઉપાડી મારા પર ફેંકવા લાગ્યા હતા.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

લારી પર પડેલી ગેસની બોટલ ફેંકી દીધી હતી
વાત એટલે ન અટકી, સુભાષે ત્યારબાદ તેના ભાઈને ફોન કરીને બોલાવ્યા હતા. થોડીવાર પછી સુભાષનો ભાઈ રવિ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો અને રણજીત સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. રવિએ રણજીતને ફેંટો અને ગડદાપાટુનો માર મારતા તે ઈજાગ્રસ્ત થયો હતો. બીજીતરફ સુભાસે રણજીતની લારી પર નુકસાન કરવાનું શરૂ કર્યું હતું. લારી પર પડેલી ગેસની બોટલ ફેંકી દીધી હતી તેમજ ટેબલ-ખુરશીઓ પણ જમીન પર પછાડી તોડવા લાગ્યો હતો. રણજીત નુકસાન થતુ અટકાવવા વચ્ચે પડ્યો તો તેના પર પણ છુટ્ટી ખુરશી ફેકવા લાગ્યો હતો.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

હવે પછી અહીંયા લારી ઉભી રાખીશ તો ફરીથી મારીશ: સુભાષ
રણજીતને ખુબ માર માર્યા બાદ સુભાષે ધમકી આપતા કહ્યું કે, હવે પછી અહીંયા લારી ઉભી રાખીશ તો ફરીથી તને મારીશ અને બિભત્સ ગાળો બોલી હતી. રણજીતના કારીગરે આ તમામ બાબતની જાણ પોલીસને કરતા પોલીસની એક ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસને આવતા જોઈ ચારેય મિત્રો ઘટના સ્થળેથી ભાગી છુટ્યા હતા. ત્યારબાદ એમ્બ્યુલન્સની મદદથી રણજીતને સારવાર અર્થે સિવિલ લઈ જવાયો હતો અને સુભાષ તેમજ તેના મિત્રો સાથે કાગડાપીઠ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પણ ફરિયાદના આધારે તમામને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...