તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:અમદાવાદમાં મ્યુકરમાઈકોસિસથી 1 દિવસમાં 4 મોત, 80 દિવસે કોરોનાના કેસ 200થી ઓછા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 24 કલાકમાં કોવિડના નવા 191 કેસ નોંધાયા, વધુ 4 દર્દીના મૃત્યુ
  • સિવિલ, સોલા સિવિલ અને ડેન્ટલ હોસ્પિટલમાં અત્યાર સુધી મ્યુકર માઈકોસિસથી 65ના મૃત્યુ

મ્યુકર માઈકોસિસના કારણે સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 4 દર્દીના મૃત્યુ નીપજ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 65 થયો છે. સિવિલમાં અત્યાર સુધીમાં 500 દર્દીની સર્જરી કરાઇ છે. જો કે, દર્દીના મોત પાછળ મ્યુકર માઈકોસિસ ઉપરાંત મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર અને અન્ય કારણો પણ જવાબદાર છે.

સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદી જણાવે છે કે, હાલમાં સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં 239 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે સોલા સિવિલમાં 78 દર્દી છે.સિવિલ કેમ્પસની ડેન્ટલ હોસ્પિટલમાં 4 દર્દીના મ્યુકર માયકોસિસથી મોત થયાં છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 191 કેસ નોંધાયા છે. સાથે 4 દર્દીના મૃત્યુ નીપજ્યા છે. લગભગ 80 દિવસ પછી કોરોનાના કેસનો આંકે 200થી નીચે નોંધાયો છે. સળંગ 5 દિવસ કોરોનાના કેસો 200થી વધુ રહ્યા બાદ ઘટ્યો છે.

441 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. શહેરમાં હજુ પણ 3839 એક્ટિવ કેસ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ક્રિટિકલ કહી શકાય તેવા 5871 બેડ ખાલી છે.

એસવીપીમાં 103 અને સિવિલ હોસ્પિટલમાં પણ 1384 અને ખાનગી હોસ્પિટલમાં 3131 બેડ ખાલી છે. અમદાવાદ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવના 5 કેસ નોંધાયા હતા.

કોવિનનું સર્વર અડધો કલાક સુધી ધીમું પડી જતાં રસી કેન્દ્રો પર લાઈનો લાગી
18થી 44 વયજૂથના લોકોને વેક્સિન લેવા કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. ગુરૂવારે લગભગ અડધો કલાક સુધી કોવિન પોર્ટલનું સર્વર સ્લો થયું હતું. આ કારણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને આવનાર લોકોને વેરિફિકેશન કરાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...