• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, 37% Students Failed But 473 Students Who Got A 1 Grade Increased, The Result Was Lower In Urban Areas Than In Rural Areas.

ભાસ્કર એનાલિસિસ:અમદાવાદમાં 37 ટકા વિદ્યાર્થી નાપાસ પણ A-1 ગ્રેડ લાવનારા 473 વધ્યા, ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારોનું પરિણામ ઘટ્યું

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જોધપુર, મેમનગર, રાણીપ જેવા વિસ્તારોમાં ગત વર્ષ કરતાં ઓછું પરિણામ

અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પછી હવે ધો.10માં પણ અમદાવાદ શહેરનું પરિણામ બોર્ડના સરેરાશ પરિણામ કરતાં ઓછું આવ્યું છે. ધો.10માં બોર્ડનું સરેરાશ પરિણામ 65.18 ટકા છે પરંતુ અમદાવાદ શહેરનું પરિણામ બે ટકા ઓછું એટલે કે 63.18 ટકા આવ્યું છે જ્યારે ગ્રામ્યનું પરિણામ બોર્ડના પરિણામની સરખામણીએ 1.2 ટકા ઓછું છે.

શૈક્ષણિક રીતે વિભાજિત 34 જિલ્લામાંથી અમદાવાદનો ક્રમ 20મો છે. શહેરમાં 48877 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 18017 એટલે કે 36.87 ટકા નાપાસ થયા હતા. આમ છતાં એ-1 ગ્રેડ લાવનારા વિદ્યાર્થી વધ્યા છે. 2020ના 113ની સરખામણીએ આ વખતે 586ને એ-1 ગ્રેડ મળ્યો છે. આમ અગાઉના વર્ષની સરખામણીએ એ-1 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીની સંખ્યા 473 વધી છે.

ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું સરેરાશ પરિણામ 72.02 ટકા હતું પરંતુ અમદાવાદ શહેરનું પરિણામ 70.80 ટકા એટલે કે 1.22 ટકા ઓછું હતું. એ જ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં બોર્ડનું પરિણામ 86.91 ટકા હતું પરંતુ અમદાવાદ શહેરનું પરિણામ 7.04 ટકા ઓછું એટલે કે 79.87 ટકા હતું. જ્યારે ગ્રામ્યનું પરિણામ 81.92 હતું.

ગ્રામ્યમાં આવતા નવા નરોડાનું સૌથી વધુ 79.50 ટકા રિઝલ્ટ

વિસ્તાર20222020તફાવત
નવા નરોડા79.579.68-0.19
મેમનગર78.4282-3
ધામતાવત786810
બોપલ75.7277.54-2
રાણીપ74.9275.69-1
જોધપુર74.7178.9-4.2
ટ્રેન્ટ73.1269.863.26
કોઠ71.864.477.34
ભુવાલડી70.8461.019.83

કાંકરિયાનું સૌથી વધુ 88.55%, ખોખરા સૌથી ઓછું 70% પરિણામ

વિસ્તાર20222020તફાવત
કાંકરિયા88.5590.45-1.91
નારણપુરા85.3287-2
એલિસબ્રિજ83821
શાહિબાગ77.877.820
દિલ્હી ચકલા77.4782.24-5
આશ્રમ રોડ76.9379.88-2.94
મણિનગર75.0479.94-4.9
સોલારોડ73.369.793.52
ખોખરા70.174.58-4.48

​​​​​​​ધામવત, ભુવાલડી, કોઠ અને ટ્રેન્ટ જે ગ્રામ્ય વિસ્તારોમાં છે પણ તેમનું પરિણામ વધ્યું છે. જ્યારે જોધપુર, મેમનગર, બોપલ, રાણીપ અમદાવાદ રિંગ રોડની અંદરના વિસ્તારમાં છે. છતાં ગત વર્ષ કરતા પરિણામ ઘટ્યું છે.

શહેર અને ગ્રામ્યમાં મળી A-1 ગ્રેડ લાવનારામાં 963નો વધારો​​​​​​​
અમદાવાદ શહેર

વર્ષA1A2B1B2
2022586365961588150
20201132,0344,7687,617
તફાવત4731,6251,390533

​​​​​​​અમદાવાદ ગ્રામ્ય

વર્ષA1A2B1B2
2022594290751056643
20201041,5383,5135,769
તફાવત4901,3691,592874

​​​​​​​જનરલ ઓપ્શનને કારણે શહેર, ગ્રામ્યમાં મળી ગત વર્ષ કરતાં વધુ 963એ એ-1 ગ્રેડ મેળવ્યો છે.

શહેરનાં 35 કેન્દ્રોમાંથી 25માં પાસ થનારા વિદ્યાર્થી ઘટ્યા, માત્ર 8 કેન્દ્રમાં જ વધારો
અમદાવાદ શહેરના 35 પરીક્ષા કેન્દ્રોમાંથી 2020ની સરખામણીએ 25 કેન્દ્રમાં પાસ થનારા વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે 8 સેન્ટરમાં પાસ થનારા વિદ્યાર્થીની સંખ્યા વધી છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ 35 કેન્દ્ર હતા જેમાંથી 22 કેન્દ્રમાં પાસ થનારા વિદ્યાર્થીની સંખ્યા ઘટી છે જ્યારે 13 કેન્દ્રમાં આ સંખ્યામાં વધારો થયો છે.

100 ટકા રિઝલ્ટ લાવનારી શહેરની સ્કૂલોની સંખ્યા 2020ના 12થી ઘટીને માત્ર 5 થઈ
2020માં અમદાવાદ શહેર અને ગ્રામ્યની સ્કૂલોમાંથી કુલ 30 સ્કૂલનું 100 ટકા પરિણામ આવ્યું હતું. પરંતુ 2022માં આ સંખ્યા ઘટીને 13 થઈ છે. 2020માં અમદાવાદ શહેરની 12 સ્કૂલોનું પરિણામ 100 ટકા હતું જેની સંખ્યા આ વખતે ઘટીને 5 થઈ છે. એજ રીતે 2020માં ગ્રામ્યની 18 સ્કૂલનું પરિણામ 100 ટકા હતું પરંતુ આ વખતે આવી સ્કૂલની સંખ્યા ઘટીને 8 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...