જીવલેણ હુમલો:અમદાવાદમાં 'તું મારી બહેન સાથે તારા સબંધની કેમ વાત કરતો હતો' કહીને પાણીપુરીવાળાને ૩ યુવકોએ માથામાં પથ્થર માર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખોખરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર - Divya Bhaskar
ખોખરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
  • યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં 3 લોકો સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં પાણીપુરી વેચીને ગુજરાન ચલાવનાર યુવકને અચાનક આવીને 2 શખ્સોએ બહેન સાથે સંબંધની બાબતમાં તકરાર કરીને ગાળો અપીને માથામાં પથ્થર માર્યો હતો. યુવક ઘાયલ થતા માથામાં પટ્ટી બાંધીને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

ઉત્તમ પ્રજાપતિ નામનો યુવક પાણીપુરીનો ધંધો કરીને ઘરે જતો હતો ત્યારે ખોખરા રણવીર પ્રજાપતિ અને તેના 2 મિત્રોએ આવીને કહ્યું કે, તું મારી માસીની છોકરી સાથે તારા સબંધની કેમ વાત કરતો હતો. તેમ કહીને રણવીરે બોલાચાલી કરી હતી આ દરમિયાન રણવીરે ઉશ્કેરાઈને ગાળો પણ આપી હતી અને રસ્તામાં પડેલો એક પથ્થર લઈને માથામાં ડાબી બાજુ મારી દીધો હતો.

આ દરમિયાન ઉત્તમે બુમો પડતા આસપાસ લોકો ભેગા થયા હતા. જેથી રણવીર અને તેના સાથીઓ ત્યાંથી નાસી ગયા હતા. ઉત્તમ લોહી નીકળતા પટ્ટી બંધાવીને ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને રણવીર તથા અન્ય 2 ઈસમો વિરુધમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...