ATM ચોર ગેંગ સકંજામાં:અમદાવાદમાં ગેસ કટરથી ATM કાપીને પૈસાની ચોરી કરનારી ગેંગના 3 સભ્યો ઝડપાયા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ATMમાં ચોરી કરતી ગેંગની તસવીર - Divya Bhaskar
ATMમાં ચોરી કરતી ગેંગની તસવીર
  • ગેસ કટર તથા ગેસનો બાટલા સાથે ATMમાં ચોરી કરતી ગેંગ પકડાઈ

શહેરમાં ઘણા સમયથી રાતના સમયે પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં ચોરીના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ ગાર્ડ વિનાના ATM સેન્ટરને નિશાન બનાવવામાં આવતા હોય છે. એવામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગેસ કટરથી ATM મશીન કાપીને તૈમાંથી પૈસાની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગના 3 સભ્યોને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતો મુજબ, શહેરના વિવેકાનંદ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મીઓએ શંકાના આધારે હાથીજણ સર્કલે ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.બેન્કના ATMમાં તપાસ કરી હતી. જ્યાં ગેસ કટરથી બે વ્યક્તિ મોહિત રાજપૂત અને શિવમ સૈની ATM મશીન કાપીને તેમાંથી રોકડ રકમની ચોરી કરી રહ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી દુષ્યંતકુમાર ઉર્ફે છોટુ રાજપૂત ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ATMમાં ચોરી કરતી ગેંગના બે સભ્યોને ગેસનો બાટલો તથા ગેસ કટર સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય ફરાર આરોપીને બાતમીના આધારે અમદાવાદ શહેરમાંથી પકડીને ચોરીમાં વપરાયેલ ગેસ કટર તથા ગેસનો બાટલો તથા અન્ય સાધનો કબ્જે કરી એ.ટી.એમ.ચોરી કરવાની કોશીશ કરતા કુલ ત્રણ ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...