સાયરસ મિસ્ત્રીના નિધનથી પોલીસ જાગી:અમદાવાદમાં સીટ બેલ્ટ માટે 3 દિવસ ટ્રાફિક ડ્રાઈવ, સીટ બેલ્ટ નહીં પહેરનાર સામે પોલીસ કાર્યવાહી થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું થોડા સમય પહેલા કાર અકસ્માતમાં નિધન થયું હતું. કારમાં પાછળ બેઠા હતા તે સમયે તેઓએ સીટ બેલ્ટ બાંધ્યો નહોતો અને તેના કારણે તેમનું અકસ્માતમાં નિધન થયું હતું. આ બનાવ બાદ મિટિંગ કરી કારમાં બેઠેલા તમામને સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો પડશે તેવી જાહેરાત અમદાવાદ પોલીસે કરી હતી. સીટ બેલ્ટ માટે અમદાવાદ પોલીસ ત્રણ દિવસ ટ્રાફિક ડ્રાઈવ ચલાવશે. જેમાં કોઈએ સીટ બેલ્ટ પહેર્યો નહીં તો તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

કારમાં બેઠેલા તમામને ફરજિયાત સીટ બેલ્ટ પહેરવાનો રહેશે
અમદાવાદ ટ્રાફિક પોલીસના જ સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ આગામી ત્રણ દિવસ શહેરમાં સીટ બેલ્ટ મુદ્દે ટ્રાફિક ડ્રાઈવ યોજવાનું નક્કી કર્યું છે. જેમાં કારમાં બેઠેલા તમામને ફરજિયાત સીટ બેલ્ટ પહેરવાનો રહેશે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી વિગતો આપી છે. ત્રણ દિવસ ટ્રાફિક પોલીસ દ્વારા કાર ચાલકો માટે સીટ બેલ્ટની ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી છે. આ ડ્રાઈવમાં ખાસ કરીને કારમાં આગળ બેઠેલા લોકો સાથે જ કારમાં પાછળ બેઠેલા લોકોએ પણ સીટ બેલ્ટ પહેરે તે સમજાવવામાં આવશે.

દરેક ચાર રસ્તા પર આવતી-જતી કારની તપાસ કરાશે
​​​​​​​
ટ્રાફિક પોલીસની આ ખાસ ડ્રાઈવમાં દરેક ચાર રસ્તા પર આવતી-જતી કારની તપાસ કરવામાં આવશે. જે કોઈ કાર ચાલક કે પાછળ બેઠેલા લોકોએ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તેના સીટ બેલ્ટના ફાયદા અને સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી થતા નુકશાન અંગેની સમજ આપવામાં આવશે. પોલીસ દ્વારા કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. પરંતુ જો કાર ચાલક પોલીસની વાત નહીં માને તો તેના વિરુદ્ધમાં કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

કારમાંપાછળ બેઠેલા લોકો સીટ બેલ્ટનો ઉપયોગ કરે
​​​​​​​
મંયકસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે, આ ડ્રાઈવ ખાસ કાર ચાલકો તથા તેમાં સવારી કરનાર લોકો માટે જ છે. નાગરિકોને અપીલ છે કે, આગળ કે પાછળ બેઠેલા લોકો સીટ બેલ્ટનો ઉપયોગ કરે અને તેમની સલામતી રાખે. ડ્રાઈવનો ઉદ્દેશ દંડ વસુલવાનો નથી, માત્ર નાગરિકોને સમજાવવા માટે જ આ ડ્રાઈવ ચલાવવામાં આવી છે. જો સીટ બેલ્ટ ન બાંધેલો હોય તો એર બેગ ખૂલતી નથી. પાછળ સીટમાં બેઠેલા લોકો સીટ બેલ્ટ બાંધતા નથી, જેના કારણે અકસ્માતમાં તેઓને પણ ગંભીર ઈજાઓ થવાની સંભાવના રહેલી છે. આથી તેમને પણ આ સીટ બેલ્ટ માટે સમજાવવામાં આવશે. સાથે જ દરેક પોલીસ કર્મીઓને કાર ચેકિંગ કરવાની તથા સીટ બેલ્ટ પહેરવાનું સમજાવવાની માહિતી આપી દેવામાં આવી છે. એટલુ જ નહીં 1500 જેટલા બોર્ડી વોર્મ કેમેરા પણ આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ આ ડ્રાઈવમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...