ડોર ટુ ડોર સર્વે:અમદાવાદમાં 40થી વધુ વયના 25 ટકા લોકોને ઓસ્ટિઓ આર્થરાઈટીસ, 46 ટકા લોકોને સાંધા, સ્થૂળતાને લીધે ઘૂંટણનો દુખાવો છે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: સમીર રાજપૂત
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક સરવે મુજબ વજનમાં 5%નો ઘટાડો થાય તો ઢીંચણની 90% તકલીફ ઓછી થાય

પુખ્ત વયના લોકોમાં ઓસ્ટિઓ આર્થરાઇટીસની જાગૃતિ ફેલાવવા માટે અમદાવાદના 4 હજારથી વધુ લોકોનો ડોર ટુ ડોર સર્વે કરાયો હતો. આ સરવેમાં 40થી વધુ વયની 55 ટકા મહિલા અને 45 ટકા પુરુષોમાંથી 25.3 ટકામાં સાંધાની ઇજા, સ્થૂળતા, ઉંમર અને આનુવંશિક કારણોથી ઓસ્ટિઓ આર્થરાઇટીસનો શિકાર હોવાનું જણાયું છે. તેમજ પુરુષો કરતાં મહિલામાં ઓસ્ટિઓ આર્થરાઇટીસનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. વ્યક્તિના વજનમાં 5 ટકા અથવા 5 કિલો વજનનો ઘટાડો થવાથી ઢીંચણની તકલીફોમાં 90 ટકા ઓછી થઇ શકે છે.

40થી 80 વર્ષના 4,111 લોકો પર ડોર ટુ ડોર સર્વે
શાહીબાગની ખ્યાતિ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડો. અંજુમ સિદ્દીકી જણાવે છે કે, પુખ્તવયના લોકોમાં ઓસ્ટિઓ આર્થરાઇટીસની અવેરનેસ વધારવા સંસ્થાએ અમદાવાદના 40થી 80 વર્ષના 4,111 લોકો પર ડોર ટુ ડોર સર્વે કર્યો હતો. જેમાં 2865 (69.5 ટકા) ઓસ્ટિઓ આર્થરાઇટીસ વિશે માહિતગાર હતા. તેમજ 73.2 ટકા લોકો ઓસ્ટિઓ આર્થરાઇટીસ પછી ફિઝિયોથેરાપી સારવાર દૈનિક પ્રવૃત્તિ અને જીવનશૈલી સુધારવામાં મદદરૂપ હોવાનું જણાવ્યું હતું. તેમજ 25.3 ટકામાં ઘૂંટણના દુખાવાનું કારણ ઓસ્ટિઓ આર્થરાઇટીસ હતુ.

46.2 ટકા લોકોએ ઘુંટણમાં દુખાવાની ફરિયાદ કરી
આ સર્વેમાં 55 ટકા મહિલા અને 45 ટકા પુરુષો હતા. સર્વેમાં 69 ટકા લોકો 40થી 60 વર્ષના અને 30 ટકા લોકો 60થી વધુ વયના હતા. જેમાંથી 61 ટકાથી વધુ લોકો ઓસ્ટિઓઆર્થરાઇટીસ માટે જવાબદાર એવી બેઠાડું જીવનશૈલી ધરાવતા હતા. સર્વેમાં ભાગ લેનારા 46.2 ટકા લોકોએ ઘુંટણમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેમાંથી 30 ટકા લોકોમાં દુખાવો ત્રણ મહિના કે તેથી વધુ સમયથી હોવાનું જણાવ્યું હતું.

28%ને પલાંઠીવાળવામાં, 30%ને સીડી ચઢવામાં મુશ્કેલી
ઘૂંટણના દુખાવાની સાથે 24 ટકાએ સોજો અને સાંધાની જકડામણ, 20 ટકાએ પગના સ્નાયુની નબળાઇ અને 28 ટકાએ ઢીંચણ વાળવામાં,સીધા કરવાની તકલીફ, 30 ટકાને બેસીને ઉભા થવામાં અને સીડી ચઢવામાં તકલીફ, 24 ટકાને લાંબા સમય ઉભા રહેવામાં અને ચાલવામાં તકલીફ જયારે 28 ટકામાં પલાઠી વાળીને બેસવામાં તકલીફ જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...