વેક્સિનેશન:અમદાવાદમાં 20 લાખ પુરુષો અને 15 લાખથી વધુ મહિલાઓએ વેક્સિન લીધી, આઠ લાખ જેટલા લોકોએ બંને ડોઝ લીધા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • રાજ્યમાં કુલ વસ્તીના 50 ટકા નાગરીકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળી ગયો

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ પહેલાં જ સાવચેતી રૂપે રસીકરણ વધારવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં રસી મેળવવા લાયક કુલ વસ્તીના 50 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ મળી ગયો છે. આ સાથે દર 10 લાખની વસ્તીએ રસી મેળવી ચૂકેલાંની સંખ્યાએ ગુજરાત દેશમાં પ્રથમ છે. ત્યારે અમદાવાદમાં 36 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. રસી લેનારાઓમાં 20 લાખથી વધુ પુરુષો તેમજ 15 લાખથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત 34 લાખથી વધુ લોકોને કોવિશિલ્ડ જયારે 1.86 લાખથી વધુ લોકોને કોવેકિસનના ડોઝ આપવામાં આવ્યા છે.

અમદાવાદમાં રસીનો એક ડોઝ લેનારાની સંખ્યા 28 લાખથી વધુ
અમદાવાદમાં કોરોનાની રસીનો એક ડોઝ લેનારાની સંખ્યા 28 લાખથી વધુ છે. જયારે બંને ડોઝ લેનારાની સંખ્યા 8 લાખથી વધુ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.શહેરના સાત ઝોન દીઠ સરેરાશ વેકિસનના ત્રણ હજાર ડોઝ મળતા હોવાથી સરેરાશ રસીકરણની સંખ્યા 25 હજારની આસપાસ જોવા મળી રહી છે. 28 જુલાઈ 2021 સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ મળીને 20 લાખ 72 હજાર 799 પુરુષ અને 15 લાખ 89 હજાર 949 મહિલાઓને રસી આપવામાં આવી છે.રસી લેનારાઓમાં સુપરસ્પ્રેડર્સ ઉપરાંત પ્રસુતા મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સનો પણ સમાવેશ થાય છે.

હેલ્થ વર્કર અને સુપરસ્પ્રેડર્સને પણ રસી આપવામાં આવી ( ફાઈલ ફોટો)
હેલ્થ વર્કર અને સુપરસ્પ્રેડર્સને પણ રસી આપવામાં આવી ( ફાઈલ ફોટો)

રાજ્યની 50 ટકા વસ્તીને કોરોનાની રસી અપાઇ ગઇ
ગુજરાતમાં અત્યાર સુધીમાં રસી મેળવવા લાયક કુલ વસ્તીના 50 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ મળી ગયો છે. આ સાથે દર 10 લાખની વસ્તીએ રસી મેળવી ચૂકેલાંની સંખ્યાએ ગુજરાત દેશમાં પ્રથમ છે.ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4.93 કરોડ લોકોમાંથી 2.48 કરોડ નાગરિકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. આ ઉપરાંત 77.57 લાખ લોકોને બીજો ડોઝ પણ મળી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વેક્સિનેશનના કુલ 3.26 કરોડ ડોઝ અપાયાં છે. આ સાથે ગુરુવારે ગુજરાતમાં 4.39 લાખ લોકોને રસી અપાઇ હતી.

કયા ઝોનમાં કેટલા લોકોને રસી અપાઈ?

ઝોનરસી લેનારની સંખ્યા
મધ્ય3,42,278
પૂર્વ5,16,655
ઉ.પ.6,74,403
ઉત્તર4,64,903
દ.પ.5,69,031
પશ્ચિમ8,63,319

અન્ય સમાચારો પણ છે...