મરામત:અમદાવાદમાં વરસાદમાં તૂટેલા 18 રોડ, 90 કરોડના ખર્ચે દિવાળી સુધીમાં રિસરફેસ કરાશે

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • અત્યંત ખરાબ હાલતમાં મુકાયેલા રોડની સ્થિતિ સુધારવા માટે સ્ટેન્ડિંગ કમિટીની સૂચના

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ફાળવવામાં આવેલી રકમમાંથી અમદાવાદમાં 18 રોડ 90 કરોડના ખર્ચે રિસરફેસ કરાશે.ખૂબ જ ખરાબ થઇ ગયેલા રોડ સંપૂર્ણ રિસરફેસ કરવામાં આવે છે.

શહેરમાં ચોમાસા દરમિયાન મોટાભાગના રોડ ખરાબ થઇ જતાં હોય છે. આ રોડના ખાડાને પેચવર્ક કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવતી હોય છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રોડને રિસરફેસ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. મુખ્યત્વે આ તમામ રોડનું કામ દિવાળી સુધીમાં પૂરું કરવાની તાકીદ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં આ કામને બહાલી આપવામાં આવી છે.

પશ્ચિમ ઝોનમાં 4 રોડ રિસરફેસ કરવા 23.5 કરોડના ખર્ચે થશે, મધ્યઝોનમાં 4 રોડ રિસરફેસ કરવા 11.6 કરોડનો ખર્ચે થશે, દ.પશ્ચિમઝોનમાં 2 રોડ પાછળ રૂ. 14 કરોડ ખર્ચ થશે. ઉ.પશ્ચિમઝોનમાં 3 રોડ રિસરફેસ કરવા પાછળ રૂ. 17.5 કરોડનો ખર્ચ થશે. ઉત્તરઝોનમાં પણ 11.9 કરોડનો ખર્ચ થશે.

પશ્ચિમ ઝોનમાં 4 રોડ માટે સૌથી વધુ રૂ.23.5 કરોડનો ખર્ચ થશે

 • વિરાટનગર ચાર રસ્તાથી એસપી રીંગરોડ - 7 કરોડ
 • ફોરેન્સિક ચાર રસ્તાથી રત્નાસાગર ચાર રસ્તાથી રામેશ્વર ચાર રસ્તા - 3 કરોડ
 • સહજાનંદ સાડી સેન્ટરથી રોહીદાસ ચાર રસ્તાથી કલાપીનગર છેલ્લંુ બસ સ્ટેન્ડ - 1.80 કરોડ
 • દધીચિ બ્રીજથી પોલીસ કમિશનર કચેરી સુધીનો રોડ - 1.30 કરોડ
 • દધીચિ બ્રીજથી ઘાસ બજાર થઇ દિલ્હીદરવાજા BRTS રોડ, દરિયાપુર દરવાજાથી પ્રેમ દરવાજા - 5.50 કરોડ
 • વાડજ સર્કલથી પલક જંકશન - 3 કરોડ
 • નારણપુરા ક્રોસિંગથી એઇસીબ્રિજ - 3 કરોડ
 • ખોડિયાર માતા મંદિરથી સત્વ બંગલોઝથી ચેનપુર ક્રોસિંગ સુધી - 4 કરોડ
 • ચાંદલોડીયામાં ક્રિશ્ના હાઇસથી સાગા રોડ ચાર રસ્તા - 7 કરોડ
 • ગુરૂકુળ સ્વામીનારાયણ મંદિરથી સુભાષચોક થઇ વિશ્રામનગર સોસાયટી સુધી - 4.50 કરોડ
 • બાપા સીતારામ ચોકથી અવનિ સ્કાય ચાર રસ્તાથી મેવાડા પાર્ટી પ્લોટ સુધી- 7.85 કરોડ
 • દેવી સિનેમાથી નરોડા સ્મશાન તથા ગેલેક્ષીથી પંચાયત ઓફિસ રોડ - 2.95 કરોડ
 • બાગબાન પાર્ટી પ્લોટથી શીલજ બ્રીજથી એસપી રિંગરોડ - 6 કરોડ
અન્ય સમાચારો પણ છે...