ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી:અમદાવાદમાં 2 વર્ષમાં ચાલુ વાહને મોબાઈલ ફોનથી વાતો કરતાં 16 હજાર લોકો ઝડપાયા, 84 લાખ રૂપિયા દંડ વસૂલાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાહન ચાલક હેલમેટ કે સીટ બેલ્ટ વગર પકડાય તો પોલીસ તેની પાસેથી રૂ.1000 દંડ વસૂલાય છે

અમદાવાદમાં વધતી વસતીને કારણે ટ્રાફિક પણ વધી રહ્યો છે. તેની સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. અકસ્માતો અટકાવવા હેલ્મેટ ફરજિયાત પહેરવું જરૂરી છે. જો નહીં પહેર્યું હોય તો દંડ કરવામાં પણ આવે છે. ત્યારે લોકો મોબાઈલ પર ફોન કરતાં પોતાનું વાહન હંકારતાં હોય છે. જેના કારણે પણ અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. પોલીસે છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં મોબાઈલ પર વાત કરતાં વાહન ચલાવતાં 16 હજારથી વધુ લોકોને ઝડપી લેવામાં આવ્યાં છે. તેમને 84 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સૌથી વધુ મોબાઈલ પર વાત કરતાં ડ્રાઇવિંગ કરતાં કેસ પર નજર કરીએ તો 50 ટકા ટુવ્હીલર,35 ટકા જેટલા કાર ચાલકો,10 ટકા જેટલા રિક્ષા ચાલકો હોય છે.

16 હજાર 797 કેસ કરીને 84 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો
2020 તેમજ 2021માં મોબાઈલ સાથે ડ્રાઇવિંગ કરતા કુલ 16 હજાર 797 કેસ કરીને 84 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોબાઈલનું દુષણ ઘર ઓફિસ અને હવે રોડ પર પણ ઘર કરી રહ્યું છે ત્યારે મોબાઈલ ફોનનો વાહન પરનો ઉપયોગ એ તમારી અને અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમમા મૂકી શકે છે માટે ટેકનોલોજીના ઉપયોગ સાથે દુરુપયોગ ના થાય તે પણ જોવું જરૂરી છે. આ માટે લોકોએ સ્વયં જાગૃત થવુ પડશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

શહેરના લોકો રોજ રૂ.6 લાખ દંડ ભરે છે
ટ્રાફિકના નિયમના ઉલ્લંઘન બદલ અમદાવાદ ટ્રાફિક પોલીસ રોજનો રૂ.10 લાખનો દંડ વસૂલ કરે છે. જેમાંથી 6 લાખ દંડ તો સીટ બેલ્ટ અને હેલમેટ પહેર્યા વગર ફરતા વાહનચાલકો જ ભરી રહ્યા છે. આમ અમદાવાદ ટ્રાફિક પોલીસની આવકનો 60 થી 70 ટકા હિસ્સો સીટ બેલ્ટ, હેલમેટની આવકનો છે. પોલીસ પણ હેલમેટ પહેર્યા વગર જો કોઈ વાહન ચાલક પહેલી વખત પકડાય તો રૂ.500 દંડ વસૂલ કરે છે. તેવી જ રીતે સીટ બેલ્ટ પહેર્યા વગર જો કોઈ કાર ચાલક પહેલી વખત પકડાય તો તેની પાસેથી ટ્રાફિક પોલીસ રૂ.500 દંડ વસૂલ કરે છે. જ્યારે બીજી વખત જો કોઈ વાહન ચાલક હેલમેટ કે સીટ બેલ્ટ વગર પકડાય તો પોલીસ તેની પાસેથી રૂ.1000 દંડ વસૂલ કરે છે.

રાજ્યમાં ઈ મેમોના હજી 309 કરોડ વસૂલવાના બાકી ( ફાઈલ ફોટો)
રાજ્યમાં ઈ મેમોના હજી 309 કરોડ વસૂલવાના બાકી ( ફાઈલ ફોટો)

રાજ્યમાં ઈ મેમોના હજી 309 કરોડ વસૂલવાના બાકી
ગુજરાત વિધાનસભાના સત્રમાં પ્રશ્નોત્તરીકાળમાં કોંગ્રેસે સવાલોથી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ ઈ મેમો અંગેનો સવાલ પૂછતાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, બે વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 56 લાખ 17 હજાર 545 ઈ-મેમો ઈશ્યુ કરી તે પૈકી 61 કરોડ 42 લાખ 50 હજાર 993 રૂપિયા વસુલવામાં આવ્યા છે. જ્યારે 309 કરોડ 33 લાખ 74 હજાર 947 રૂપિયા વસુલવાના બાકી છે.

6 વર્ષમાં 43 હજાર લોકો સામે કાર્યવાહી થઈ

વર્ષકેસ
201614265
2017759
20181871
20199062
20201116
202115678