પ્રવેશ પ્રકિયા:અમદાવાદમાં RTE હેઠળ 1444 વિદ્યાર્થીએ એડમિશન જ ન લીધાં; 12 હજાર સીટ માટે 30 હજાર વિદ્યાર્થીએ ફોર્મ ભર્યાં હતાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 રાઉન્ડના અંતે ખાનગી સ્કૂલોમાં આરટીઈની સીટો ખાલી રહી

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અમદાવાદ શહેરમાં ફાળવાયેલા એડમિશનમાંથી 1,444 બાળકોએ એડમિશન કન્ફર્મ કરાવ્યંુ નથી. ત્રણ રાઉન્ડ બાદ પણ વાલીઓને પસંદગીની સ્કૂલ ન મળતા વાલીએ ખાનગી સ્કૂલમાં દાખલ ન કરતા આરટીઈની સીટો ખાલી રહેવા પામી છે. ​​​​​​​રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વાલીઓનાં બાળકો માટે ખાનગી સ્કૂલોમાં નિ:શુલ્ક એડમિશન માટે સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન સ્કીમ ચલાવવામાં આવે છે.

કોરોનાને કારણે આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં આરટીઈમાં એડમિશન માટેનાં ફોર્મ ભરાયાં હતાં. આ વર્ષે શહેરમાં આરટીઈમાં એડમિશન માટે 12 હજાર જેટલી સીટો માટે 30 હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભરાયા હતા. સ્પર્ધા એટલી વધારે હતી કે આ વર્ષે એક સીટ માટે બે કરતાં વધુ વિદ્યાર્થીઓએ દાવેદારી નોંધાવી હતી, પરંતુ માત્ર અમદાવાદમાં જ 1 હજાર કરતાં વધુ વાલીઓએ પોતાને ફાળવેલા એડમિશન સ્કૂલમાં કન્ફર્મ કર્યાં ન હતાં. આથી આ સીટો અન્ય બાળકો માટે પણ ઉપયોગી ન થઈ. ઓનલાઇન ફોર્મ ભરતા સમયે વાલીઓ જે સ્કૂલોની પસંદગી કરી હતી કે જ સ્કૂલોની ઓનલાઇન પોર્ટલ દ્વારા ફાળવણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...