તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાનની અસર:અફઘાનિસ્તાનમાં સત્તાપલટાથી રસ્તા બંધ થતાં સૂકામેવાના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો

અમદાવાદ23 દિવસ પહેલાલેખક: કેતન રાજપૂત
  • કૉપી લિંક
  • અંજીરમાં રૂ.500, પિસ્તામાં રૂ.600 અને બદામમાં કિલોએ રૂ.500નો વધારો

અફઘાનિસ્તાનના કંધારના સુરદામ ડ્રાયફ્રૂટ માર્કેટના પ્રમુખ ગ્રહાનકાકર ખાને દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, અફઘાનિસ્તાન પર તાલિબાનોનું શાસન આવતાં સમગ્ર અર્થવ્યવસ્થા થંભી ગઇ છે. હાલમાં તમામ રસ્તાઓ અને એરપોર્ટ બંધ હોવાથી માલનું આવાગમન બંધ હોવાથી ભારતમાં સૂકામેવાના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. રૂ.600માં મળતા જરદાળુનો ભાવ 800, પિસ્તા 1500ની જગ્યાએ 2000, બદામના 900ના બદલે 1200થી 1300, અંજીર 1700, અખરોટ પ્રતિ કિલોએ રૂ.350 મળતી હતી તેનો ભાવ 650એ પહોંચી ગયો છે.

અમદાવાદ વેપારી હિરેન ગાંધીએ જણાવ્યું કે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષે અંદાજે દોઢ અબજ ડોલરનો વેપાર થઇ રહ્યો છે. ભારત અફઘાનિસ્તાનથી હિંગ, અંજીર, જરદાલુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષની આયાત કરે છે. દર વર્ષે ભારત અફઘાનિસ્તાનથી એવરેજ 100 કરોડ ડોલરની ચીજવસ્તુની આયાત કરે છે. હિરેનભાઇએ જણાવ્યું કે, હાલમાં બેન્કો બંધ હોવાથી ભારતના વેપારીઓ બાકીનું પેમેન્ટ કરી શકતા નથી અને ત્યાંથી માલ આવતો નથી. જે વેપારીઓએ ફુલ પેમેન્ટ કરી દીધા હતા તેમના સૂકામેવા લઇ અફઘાનિસ્તાનમાંથી 17 ટ્રકો ભારત આવવા રવાના થઇ ગઇ છે.

આ વર્ષે સૂકામેવાના પાકમાં 20% વધારો થયો
વેપારી સંગઠનો અર્થતંત્રને દોડતું રાખવા બેંકો ચાલુ કરવા માટે તંત્ર સાથે ચર્ચાઓ કરી છે. અફઘાનિસ્તાનના વેપારીઓએ એડવાન્સ પેમેન્ટ આપનાર ભારતના વેપારીઓ બાકીના પેમેન્ટ મોકલશે ત્યારે તેમનો માલ રવાના કરી દેવાશે. આ વર્ષે સૂકામેવાના પાકમાં દર વર્ષ કરતા 20 ટકા જેટલો વધારો થયો છે. જેના કારણે ભાવમાં પણ10થી 15 ટકાનો ઘટાડો થયો છે. દિવાળીની ખરીદી માટે ભારતના વેપારીઓએ સંપર્ક કર્યો છે. રોડ બંધ હોવાથી માલ મોકલી શકતા નથી. - ગ્રહાનકાકર ખાન, પ્રમુખ સુરદામ ડ્રાયફ્રૂટ માર્કેટ

અન્ય સમાચારો પણ છે...