તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:એક વેબિનારમાં ડીન થોમ બ્રુક્સે કહ્યુંવર્ચ્યુઅલ અનુભવ પણ વધારી શકેે તમારું મૂલ્ય

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

‘કાયદાનું ક્ષેત્ર હોંશિયાર અને નબળા એવા બંને પ્રકારના વિદ્યાર્થીઓને આકર્ષિત કરે છે અને લૉ સ્કૂલ્સ વધુને વધુ સ્પર્ધાત્મક બની રહી છે. જોકે, સફળ થવા માટે માત્ર સ્માર્ટ બનવું અથવા સારી લૉ સ્કૂલમાં જવું પૂરતું નથી.

કાયદાકીય વ્યવસાય હવે ફક્ત દેશની ભૌગોલિક સીમા સુધી મર્યાદિત નથી પરંતુ તેનું મોટા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીયકરણ થયેલું છે. આ જ કારણ છે કે હવે લૉ સ્કૂલ્સ વૈશ્વિક કાયદાના ક્ષેત્ર માટે તેમના દરવાજા ખોલી રહી છે.

સફળતા માટે સારા એકેડેમિક પર્ફોર્મન્સની સાથે સાથે કામનો અનુભવ અત્યંત આવશ્યક છે. અનુભવનું વૈવિધ્યીકરણ કરો અને અભ્યાસક્રમ ઉપરાંત પણ અન્ય વિષયોનું નોલેજ મેળવો. ઉપરોક્ત વાત ડરહામ લૉ સ્કૂલના પ્રોફેસર અને ડીન થોમ બ્રુક્સે 'ગ્લોબલ લીગલ સેક્ટરમાં સફળતા કેવી રીતે મેળવવી' વિષય પર ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું સંબોધન કરતા કહી હતી. ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ લૉ સ્કૂલ્સના સહયોગથી આ લેક્ચરનું આયોજન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો