વૃદ્ધને સુંદર યુવતી સાથે મિત્રતા ભારે પડી!:CBI અધિકારીથી માંડી દિલ્હી પોલીસની ઓળખાણ આપી કરોડો ખંખેર્યા, એકની ધરપકડ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના નવરંગપુરામાં રહેતા 68 વર્ષીય કંપનીના ડાયરેકટરને યુવતીએ વીડિયો કોલ મારફતે વર્ચુઅલ સેક્સ કરાવી વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી કરોડો રૂપિયા પડાવ્યા હતા. યુવતીએ ડાયરેકટરને કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું કહી સીબીઆઈ અધિકારીથી માંડી દિલ્હી પોલીસના પીઆઈ તરીકે ઓળખાણ આપી 12 જણની ટોળકીએ ડાયરેકટર પાસેથી 2.69 કરોડ પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે કંપની ડાયરેક્ટરે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર બ્રાંચની ટીમે હનીટ્રેપના મુખ્ય આરોપીની રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી છે.

આરોપી
આરોપી

ટુકડે ટુકડે પોણા ત્રણ કરોડ રૂપિયા પડાવાયા
​​​​​​​કંપનીના ડાયરેક્ટર 68 વર્ષીય વૃદ્ધને થોડાક દિવસો પહેલા અજાણી યુવતીએ મેસેજ કર્યો હતો અને ત્યારબાદ યુવતીએ વૃદ્ધ ડાયરેકટર સાથે મિત્રતા કરી હતી. થોડાક દિવસ બાદ વીડિયો કોલમાં યુવતીએ વૃદ્ધનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. જે બાદ વીડિયો કોલ કાપી નાખ્યો હતો. ત્યારબાદ વૃદ્ધ ડાયરેકટર બ્લેકમેલ કરીને ન્યૂડ રેકોર્ડિંગ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. પહેંલા 50 હજાર રૂપિયા પડાવ્યા અને બાદમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાથી વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાનું કહી અલગ અલગ અધિકારીઓ તરીકેની ઓળખ આપી ભોગ બનનાર વૃદ્ધને ડરાવી ધમકાવીને ટુકડે ટુકડે પોણા ત્રણ કરોડ રૂપિયા પડાવાયા હતા.

આરોપી
આરોપી

CBI અધિકારીના નામે 1.17 કરોડ પડાવ્યા
​​​​​​​
પકડાયેલ આરોપી તાલીમ ખાને સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપીને વૃદ્ધ પાસેથી 1.17 કરોડ રૂપિયા ખંખેર્યા હતા. પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે, ભોગ બનનાર કંપનીના ડાયરેક્ટરને 12 જેટલા અજાણ્યા નંબરથી ફોન આવ્યા હતા. જેમાં દિલ્હીથી પીઆઇ તરીકેની ખોટી ઓળખ આપી ડાયરેક્ટરને કહેવાતું કે, યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત પોલીસમાં ફરિયાદ ન કરવી હોય, વીડિયો ક્લિપ ડિલીટ કરવી હોય, યુવતીના હોસ્પિટલનો ખર્ચના નામે કંપનીના ડાયરેક્ટર પાસેથી 80 લાખ 77 હજાર પડાવ્યા હતા. આટલું જ નહીં, સીબીઆઈ અધિકારીની ખોટી ઓળખ આપી કેસ પતાવવાનું કહી બીજા 48 લાખ પણ પડાવ્યા હતા. બીજા 20 લાખ જયપુરથી પોલીસ તમને પકડવા આવી રહી છે તેમ કહી પડાવ્યા હતા. આમ કરીને ટુકડે ટુકડે 2.69 કરોડ રૂપિયા કંપની ડાયરેક્ટર પાસેથી પડાવ્યા હતા.

હાથથી લખેલો દિલ્હી હાઈકોર્ટનો લેટર જોઈ વૃદ્ધને શંકા થઈ
કરોડો રૂપિયા ચૂકવી દીધા બાદ કેસ બંધ કરવા ઠગ ટોળકીએ દિલ્હી હાઇકોર્ટના લેટરપેડ પર કેસ બંધની નોટિસ વાળો લેટર ડાયરેક્ટરને મોકલાયો હતો. જે હાથથી લખેલો જોઈને વૃદ્ધને શંકા ગઈ હતી કે આ ફ્રોડ લેટર છે. ત્યારબાદ સાયબર ક્રાઇમ બ્રાંચએ ગુનો નોંધી સમગ્ર ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ બ્રાંચ ટીમની તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાજસ્થાન ભરતપુર જિલ્લાના ચંદુપુરા ગામના બે થી ત્રણ ઠગ શખ્સો ભેગા મળીને કરોડો રૂપિયા પડાવ્યા છે. પકડાયેલ આરોપી તાલીમ ખાન પાસેથી બે મોબાઇલ મળી આવ્યા હતા. જેની તપાસ કરતા તેમાંથી અનેક નંબરો અને ન્યૂડ વીડિયો મળી આવ્યા હતા. આ સાથે પોલીસે અન્ય કોઈ વેપારીઓ ભોગ બન્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...