અમદાવાદનાં ખાડિયામાં એક વ્યક્તિ દરરોજ સવારે પાણી સપ્લાય શરૂ થતા પહેલા પુજા-પાઠ કરીને માઇક્રોફોન, સ્પીકર અને પ્લંબર ટુલ્સની બેગ ઉઠાવીને નિકળી પડે છે. આ ખાડિયા ક્ષેત્રના કોર્પોરેટર પંકજ ભટ્ટ છે. વિસ્તારમાં જેમ જ કોઇ ખરાબ નળ દેખાય છે તેઓ તરત બદલી નાંખે છે. લાઇનમાં લીકેજ હોય તો બંધ કરાવી દે છે જેથી તેને સુધારી શકાય. તેમનો પુત્ર અને કાર્યકરો પણ સાથ આપે છે. ઠંડી, ગરમી કે વરસાદ હોય તેઓ ક્યારે પણ આ વિસ્તારમાં રાઉન્ડ કરવાનું ચુકતા નથી. હજુ સુધી તેઓ 7300થી વધુ ખરાબ નળ બદલી ચુક્યા છે.સાથે સાથે 800 સપ્લાય લાઇન બંધ કરાવી ચુક્યા છે. કોર્પોરેટર બન્યાનાં આશરે બે વર્ષ દરમિયાન તેઓ ખાડિયાના આશરે 25 હજાર ઘર સુધી ચાર વખત પહોંચી ચુક્યા છે.
શરૂઆતમાં ભટ્ટ પ્લબંરને સાથે લઇને જતા હતા. હવે પોતે જ તમામ પ્રકારનાં સાધન વસાવી ચુક્યા છે. ખરાબીને તરત જ દુર કરી શકાય તે માટે પોતે સાધન ખરીદી ચુક્યા છે. પોતાના બજેટથી નળને વધારે ફિટ કરવા માટે ભટ્ટે બે લાખ રૂપિયા આપ્યા છે. પોતાની આ સવારની મુલાકાત દરમિયાન તેઓ જળ જ જીવન છે તેવો સંદેશ આપવા માટેનાં પ્રયાસ કરે છે. સંદેશ આપવાની સાથે તેઓ લોકોની જુદી જુદી યોજનાઓનાં લાભ ઉઠાવવા માટે પ્રેરિત કરે છે.
ફેબ્રુઆરી -2021માં કોર્પોરેટરની ચૂંટણી જીત્યા બાદ તેઓએ એક પણ દિવસની રજા લીધી નથી. તેઓ આના મારફતે એવી ધારણાને પણ બદલી ચુક્યા છે કે, ચૂંટણી જીત્યા બાદ નેતા ગાયબ થઇ જાય છે. ભટ્ટ કહે છે કે, પાણી અને વીજળી બચશે તો જ જીવન બચશે. ખાડિયાનાં કેટલાક વિસ્તારમાં પાણી પ્રેશરથી પહોંચતુ નથી. જેથી પાણીની બરબાદીને રોકવા માટે તેઓ સક્રિય છે. આનાથી એવા લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળશે જે ઓછા પાણી મળવાની સમસ્યાથી પરેશાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.