• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In A Single Night, 18 Inches Of Rain Fell In Paldi, Societies Were Flooded, Job Seekers Were Stranded Since Morning, Schools And Colleges Were Closed.

અમદાવાદની અવદશા:એક જ રાતમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો, લોકોની મદદ માટે પોકાર પણ મુખ્ય કંટ્રોલ રૂમના ફોન આઉટ ઓફ સર્વિસ

અમદાવાદ5 મહિનો પહેલા
  • શ્યામલ ક્રોસ રોડ પર એક કોમ્પ્લેક્સનું ભોંયરું આખું પાણીમાં ડૂબી ગયું, 20થી 25 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ

અમદાવાદમાં રવિવારે રાતે પડેલા ધોધમાર વરસાદે વિરામ લીધો હતો. મોડી રાતે બે વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં બે કલાકમાં શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. હાલમાં અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. સોમવારે સવારે 7 વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 14.29 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. મોડી રાતે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

યશ ટેનામેન્ટ નિગમ બસસ્ટોપ ઘોડાસર
યશ ટેનામેન્ટ નિગમ બસસ્ટોપ ઘોડાસર

કંટ્રોલ રૂમના ફોન આઉટ ઓફ સર્વિસ
વાસણા, પાલડી, એલિસબ્રિજ, સરસપુર, હાટકેશ્વર, બોપલ-ઘુમા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયાં છે.બીજી તરફ શહેરના લોકોએ મદદ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ પર ફોન કરતાં ફોન આઉટ ઓફ સર્વિસ બતાવી રહ્યાં છે.પાલડી ટાગોર હોલનો મુખ્ય કન્ટ્રોલ રૂમ નંબર હાલમાં બંધ થઈ ગયો છે. 07926582501/02 નંબર પર ફોન કરતા ફોન આઉટ ઓફ સર્વિસ બતાવે છે.વેજલપુરના શ્રીનંદનગર-1 વિભાગમાં ગ્રાઉન્ડ ફ્લોરના અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવવાના કારણે લોકોને આજે સવારે નોકરીએ જવા માટે ઘૂંટણસમા પાણીમાંથી ભીના કપડે જવું પડ્યું હતું. વેજલપુર વિસ્તારમાં શ્રીનગર એપાર્ટમેન્ટ અને સોનલ સિનેમા રોડ પર આવેલા અનેક ફ્લેટમાં ગઈકાલ રાતથી જ લાઈટો બંધ છે.જેના કારણે હજારો લોકો હેરાન પરેશાન થયા છે. નીચેના માળે રહેતા લોકો ઘરવખરી પલળી ગઈ છે.

શ્રીનદંનગર-1માં ઘૂંટણ સમા પાણી ભરાયા
શ્રીનદંનગર-1માં ઘૂંટણ સમા પાણી ભરાયા

શાળા-કોલેજોમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી ​​​​​​
બીજી તરફ, શહેરમાં શાળા-કોલેજોમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે. તમામ ગાર્ડન પણ બંધ કરી દેવાયા છે.બકેરી સિટી વેજલપુરમાં વીજપુરવઠો ગઇકાલ રાતથી ખોરવાયો છે.ભારે વરસાદના કારણે ગઇકાલ રાતથી વીજળી ગુલ થઈ ગઈ છે. બકેરી સિટીમાં કમર સુધીના પાણી ઘૂસ્યા હતા. વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા રોડ પર પાણી ઓસર્યા નથી. વેજલપુર સોનલ સિનેમા રોડ થી લઈને ટોરેન્ટ પાવર સુધી હજી પણ પાણી ભરાયેલા છે. જેના પગલે ભારે હાલાકી લોકોને પડી રહી છે. રોડ પર આખી નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદ બંધ થયાના ચાર કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા પરિસ્થિતિ વણસી છે. શાંતિસદન 2 કોમ્પ્લેક્સમાં ભોંયરામાં આવેલી દુકાનો આખી ડૂબી ગઈ છે.

સોસાયટીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.
સોસાયટીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.

શહેરનાં અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયાં છે
રવિવાર મોડી રાતે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડતાં ભારે હાલાકી પડી છે. હજી પણ સતત વરસાદ પડી રહ્યો છે. રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે સાત વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડ વિસ્તારમાં 14 ઇંચ, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે.

કોમ્પ્લેક્સનું ભોયરું આખું પાણીમાં ગરકાવ.
કોમ્પ્લેક્સનું ભોયરું આખું પાણીમાં ગરકાવ.
રોડ અને રસ્તા પર પાણી ફરી વળ્યાં.
રોડ અને રસ્તા પર પાણી ફરી વળ્યાં.

પ્રહલાદનગરના ઔડા તળાવની પાળી તૂટી
ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. એની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયાં છે. ઉલ્લેખનીય છે કે પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હજુ વરસાદ પડશે તો પરિસ્થિતિ કેવી થશે એવી એપાર્ટમેન્ટના રહીશોને ચિંતા છે. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતાં ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા હતા. મોડી રાતે ફરી વરસાદ શરૂ થતાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે. ભારે હાલાકી ભોગવવી પડી છે. અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયાં છે.

ગાડીઓ પણ રસ્તાઓ પર ફસાઈ ગઈ હતી.
ગાડીઓ પણ રસ્તાઓ પર ફસાઈ ગઈ હતી.

દેવાસ એપાર્ટમેન્ટમાં ભારે હાલાકી
દિવ્ય ભાસ્કરે દેવાસ એપાર્ટમેન્ટના સ્થાનિક રહીશ જગદીશભાઈ ઠાકોર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે અમારા એપાર્ટમેન્ટનો ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીથી ભરાઈ ગયો છે. નીચેના માળે રહેતા તમામ લોકોને ઘર છોડીને બીજાના ઘરમાં રહેવાની ફરજ પડી છે. તેમનો ઘરવખરીનો સામાન પલડી ગયો છે અને ભારે નુકસાન થયું છે. વાહનો પણ પાણીમાં ડૂબી ગયાં છે. ગઈકાલે રાતથી જ વરસાદને કારણે લાઈટો બંધ થઈ ગઈ છે. હજી સુધી લાઈટ આવી નથી. છેલ્લા 12 કલાકથી આ ફ્લેટમાં પાણી ભરાયેલું છે અત્યારે ફ્લેટના રહીશોએ ભારે હાલાકીમાં મુકાયા છે.

સોમવારે સવારે પણ વરસાદના પાણી ઓસર્યા નહોતા.
સોમવારે સવારે પણ વરસાદના પાણી ઓસર્યા નહોતા.

અનેક મકાનો અત્યારે પાણીમાં ગરકાવ
તેમણે કહ્યું હતું કે અગાઉ આ ફ્લેટમાં પાણી ભરાતાં ઝડપથી પાણીનો નિકાલ થતો હતો, પરંતુ ગુપ્તાનગર તરફ એક ફ્લેટની સ્કીમ બની જતાં પાણીનો નિકાલ થતો નથી. નીચેના માળે આવેલાં અનેક મકાનો અત્યારે પાણીમાં ગરકાવ છે અને લોકોની ઘરવખરી બળી ગઈ છે. પોતાનો કીમતી સામાન કે પૈસા અને દાગીના વગેરે તેમને ઉપરના માળે માળિયામાં મૂકવા પડયા છે. હજી સુધી આ વિસ્તારમાંથી પાણી ઓસર્યા નથી, જેને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અત્યારે થોડુંઘણું પીવાનું પાણી તેમની પાસે છે, પરંતુ જો ઝડપથી પાણીનો નિકાલ નહીં થાય તો પાણી વગર પણ કહેવું પડે તેવી પરિસ્થિતિ અત્યારે દેવાસ એપાર્ટમેન્ટના રહીશોની થઈ ગઈ છે.

મકાનોમાં પાણી ઘૂસી ગયાં.
મકાનોમાં પાણી ઘૂસી ગયાં.
સવારે નોકરી જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
સવારે નોકરી જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
રસ્તાના પાણીમાં લોકો અટવાયા.
રસ્તાના પાણીમાં લોકો અટવાયા.
મકાનોમાં પાણી ઘૂસતાં લોકો આખી રાત ઝઝૂમ્યા.
મકાનોમાં પાણી ઘૂસતાં લોકો આખી રાત ઝઝૂમ્યા.
સોસાયટીમાં પાણી ભરાતાં ગાડીઓ પણ ડૂબી.
સોસાયટીમાં પાણી ભરાતાં ગાડીઓ પણ ડૂબી.