તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 135 Cases In A Single Day In Ahmedabad Civil, 10 Children Infected With Corona Are Also Under Treatment, Number Of Beds In Private Hospital Decreased

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ચરમસીમાએ:અમદાવાદ સિવિલમાં એક જ દિવસમાં 135 કેસ, કોરોના સંક્રમિત 10 બાળકો પણ સારવાર હેઠળ, ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા ઘટી

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સિવિલ હોસ્પિટલની તસવીર - Divya Bhaskar
અમદાવાદ સિવિલ હોસ્પિટલની તસવીર
  • સિવિલ હોસ્પિટલમાં દોઢથી 6 મહિનાના ત્રણ કોરોના સંક્રમિત બાળકો સારવાર હેઠળ
  • શુક્રવારે એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં 135 દર્દીઓ આવ્યા
  • શહેરની પ્રાઇવેટ હોસ્પિટલોમાં 70 ટકા બેડ ફુલ થઈ ગઈ

કોરોનાના વધતા ગ્રાફની વચ્ચે હવે નાના બાળકોમાં પણ કોરોનાના કારણે ચિંતાજનક સ્થિતિ સામે આવતા તંત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 11 બાળકો દાખલ કરવામાં આવ્યા છે, જેમની સારવાર ચાલી રહી છે. તેની સાથે ખાનગી હોસ્પિટલમાં પણ બેડની સંખ્યા ઘટી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં કુલ 11 બાળકો એડમિટ છે. જેમાં 7 બાળકો પોઝિટિવ, 3 બાળકો શંકાસ્પદ અને એક બાળક નેગેટિવ છે. કોરોના સંક્રમિત સાત બાળકોમાંથી બે બાળકો ગંભીર સ્થિતિમાં છે. બંને ગંભીર બાળકોને સી.પેપ ઉપર રાખવામાં આવ્યા છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

2020માં 250થી 300 બાળકોને કોરોના થયો
વર્ષ 2020માં 250 થી 300 બાળકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. વર્ષ 2021માં અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 7 બાળકો કોવિડ પોઝિટિવ, બે બાળકો શંકાસ્પદ હોવાથી સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં દોઢ મહિનાનું બાળક, ત્રણ માસનું, છ માસનું બાળક કોવિડ સંક્રમિત છે. બાળકોમાં તાવ આવવો, શરદી ખાંસી થવી, નબળાઈ આવવી, ઝાડા, ઉલ્ટી, પેટમાં દુખાવો, શ્વાસ ચડવો જેવા લક્ષણો આ સંક્રમિત બાળકોમાં જોવા મળ્યા છે.

કોવિડ હોસ્પિટલની તસવીર
કોવિડ હોસ્પિટલની તસવીર

શહેરમાં 5 દિવસમાં 713 દર્દી પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ
અમદાવાદમા પ્રાઇવેટ હોસ્પિટલોમાં 5 દિવસમાં નોધપાત્ર દર્દીઓ વધ્યા છે. 5 દિવસમાં 713 નવા કેસ પ્રાઇવેટ હોસ્પિટલમા દાખલ થયા હોવાની વિગતો સામે આવી રહી છે. શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં 70 ટકા બેડ ફુલ અને 30 ટકા બેડ ખાલી છે. ICU બેડ 73 ટકા ફુલ છે. માત્ર 27 ટકા જ બેડ ખાલી હોવાની વિગતો જાણવા મળી રહી છે. દર્દીઓની સંખ્યામાં વધારાને જોતા 5 દિવસમાં 2966 બેડથી વધારીને 3304 સુધી કરાયા છે.

શહેરમાં 5 દિવ઼સમાં 2966 બેડથી વધારીને 3304 સુધી કરાયા
શહેરમાં 5 દિવ઼સમાં 2966 બેડથી વધારીને 3304 સુધી કરાયા

5 દિવસમાં 338 બેડ વધારવા છતા બેડ મળવા મુશ્કેલ
શુક્રવારે એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 135 દર્દીઓ કોરોના સંક્રમિત સામે આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં 135 દર્દીઓ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં 688 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. કિડની હોસ્પિટલમાં 50 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ સિવિલ હોસ્પિટલમાં બેડ વધારીને 1089 કરવામાં આવ્યા છે. કેન્સર વિભાગને બેડ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં ચર્ચા કર્યા બાદ કેન્સર હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો