તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રેમડેસિવિરની અછતના પગલે 3 લાખ ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો હોવાની સરકારે જાહેરાત કરી હતી, આજે 37,507 રેમડેસિવિર બજારમાં મુકવામાં આવ્યા છે જેમાંથી એકલા અમદાવાદમાં 18 હજારથી વધુ ઇન્જેક્શન અપાયા હોવાનું રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન કમિશનર હેમંત કોશિયાએ જણાવ્યું હતું.
રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પૂરતોઃ કોશિયા
કોશિયાએ એવો દાવો કર્યો હતો કે, ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલો માટે વધુ 35,000 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરવઠો મળી ગયો છે. એટલે હવે ગુજરાતમાં ક્યાંય રેમડેસિવિર ઇન્જેક્શન્સની તંગી ન પડે એવું આયોજન કરાયું છે. અમદાવાદમાં આજે એક જ દિવસમાં 18,000 થી વધારે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો ટ્રેડ સપ્લાય કરાયો છે. જ્યારે સુરતમાં 6,706, વડોદરામાં 4,151 અને રાજકોટના બજારોમાં 3,878 રેમડેસિવિર ઇન્જેક્શન્સ પહોંચ્યા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં જથ્થો અપાયો છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.