તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અમદાવાદના નરોડામાં સામાન્ય તકરારમાં 2 લોકોએ યુવકનું અપહરણ કર્યું, ‘ચાકુ નહીં ચાકુભાઈ કહેવાનું’ કહી યુવકને માર માર્યો

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ફરિયાદ કરે તો મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ

નરોડામાં નજીવી તકરારમાં બે વ્યક્તિએ એક યુવકને માર મારી કારમાં અપહરણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી કારમાંથી ઉતારી દીધો હતો. આ મામલે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં બે વ્યકિતઓ વિરુદ્ધ અપહરણ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.

નરોડાની શુભલાભ સોસાયટીમાં રહેતા કકશીલ ભટ્ટ તેમનું બાઈક લઈને નરોડા સમોર હાઇટ્સ ખાતે તેમના મિત્ર વિશાલ ચૌહાણને મળવા માટે ગયો હતો. ત્યાર બાદ બંને નાના ચિલોડા રિંગરોડ ખાતે જમવા માટે નિકળ્યા હતા ત્યારે રિંગ રોડ રણાસણ ટોલટેક્સ પાસે વિશાલ તેના એક મિત્ર ભાગ્યેશ ઉર્ફે ચાકુ સોલંકીની કારમાં બેસી ગયો હતો. તે સમયે વિશાલે કહ્યું હતું કે, તું જઈને ઓર્ડર આપી દે. હું થોડીવારમાં આવું છું. આ દરમિયાન આગળ જતા કકશીલ અને ભાગ્યેશ સોલંકીના વાહનો એકસાથે જઈ રહ્યા હતા.

ત્યારબાદ કકશીલ તવાફ્રાય પર પહોચ્યો હતો અને જમવાનો ઓર્ડર આપ્યો હતો તે વખતે વિશાલનો મિત્ર ભાગ્યેશ ઉર્ફે ચાકુભાઈ સોલંકી અને તેની સાથે આવેલા હિતેશ ઉર્ફે લીંબુએ કકશીલને લાકડી લઈ માર્યો હતો અને ભાગ્યેશે કહ્યુ હતું તું મને ઓળખે છે તે મને ચાકુ કેમ કહ્યું મારુ નામ ચાકુભાઈ છે તેમ કહીને કકશીલને જબરદસ્તી કરીને ગાડીમાં બેસાડીને ભાગ્યેશ ઉર્ફે ચાકુ અને હિતેશ ઉર્ફે લીંબુએ ગડદા પાટુનો માર માર્યો હતો. એવું પણ કહ્યું કે જો મારા વિરુદ્ધમાં કોઈ ફરીયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને નરોડા સ્મશાન પાસ તેને ઉતારીને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત કકશીલે સારવાર લીધા પછી માર મારનારા બંને સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...