ચોરી:જુગારની રેડમાં પતિનો જપ્ત ફોન પત્નીએ પોલીસ સ્ટેશનમાંથી ચોર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલડી પોલીસે મહિલાને તપાસ માટે બોલાવી હતી
  • પોલીસે મહિલા સામે વધુ એક ગુનો નોંધ્યો

પાલડીમાં સ્થાનિક પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીના આધારે ક્રિકેટ સટ્ટા બેટિંગનો ગુનો દાખલ કરી બે મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે લીધા હતા. જે પૈકી એક મોબાઈલ મહિલા આરોપી પોલીસ ચોકીમાંથી લઈને જતી રહેતાં પોલીસે મહિલા સામે મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ નોંધાવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીના આધારે પોલીસે પાલડી ભઠ્ઠા અવનિ એપાર્ટમેન્ટમાં તપાસ કરતા સિદ્ધિબેન ધાર્મિકભાઈ શાહ અને તેમના પતિ ધાર્મિક શાહ વિરુદ્ધ પાલડી પોલીસે જુગારધારાનો ગુનો દાખલ કરી સ્થળ પરથી બે મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે કર્યા હતા. દરમિયાન પોલીસે સિદ્ધિબેનને નોટિસ આપી ફતેહપુરા ચોકી પર બોલાવ્યા હતા. તે વખતે એક ફોનમાં ચાર્જિંગ ન હોવાથી ચાર્જિંગમાં મૂક્યો હતો. સિદ્ધિબેન શાહ તેમના સબંધી સાથે ચોકીમાં આવ્યા હતા અને તેમના ફોનની માગણી કરી હતી. પોલીસે તેમને ફોન મેળવવા કોર્ટમાં અરજી કરવાનુ કહ્યું હતું. આ સમયે વાતચીત દરમિયાન ચાર્જિંગમાં મૂકેલો ફોન ચોરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...