47 વર્ષ જૂના કેસમાં વિલંબ માટે જવાબદાર 9 જજીસે રજૂ કરેલા જવાબથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, તમે જજ છો એટલે ગમે તે કરશો તેવું માનતા નહીં. નીચલી કોર્ટના પ્રિન્સિપાલ જજીસે બિનશરતી માફી માગી હતી.
ખંડપીઠે ઝાટકણી કાઢતા એવી ટકોર કરી હતી કે, આટલા વર્ષો સુધી કેસમાં મુદતો કોણે આપી? શું તમારા કોર્ટ માસ્ટરે મુદતો આપી છે? જજ થઇને તમને એવી ખબર ન પડતી હોય કોર્ટ કેવી રીતે ચલાવાય? પ્રસ્તુત કેસ જજીસની સ્પષ્ટ બેદરકારી બતાવે છે. હાઇકોર્ટના આદેશને પણ ગણકારતા નથી. ખંડપીઠે તમામ જજીસને ફરીથી સોંગદનામા કરવા આદેશ કરી ટકોર કરી હતી કે, વકીલો કામ ન કરે તો જજ તરીકે તમારી કોઇ જવાબદારી નથી?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.