ધાર્મિક મુસાફરી:અમદાવાદથી 7 દિવસમાં 42 બસો ધાર્મિક વર્ધી માટે દોડાવવામાં આવી, 1702 પેસેન્જરોએ મુસાફરી કરી, રૂ.10.21 લાખની આવક

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસોની ટિકિટ 60 રૂપિયા મોટા લોકોની અને નાના બાળકોની 40 રૂપિયા રાખી હતી

નવરાત્રીના પવિત્ર તહેવારોમાં માતાજીનાં દર્શન અમદાવાદ વાસીઓ કરી શકે તે હેતુથી AMTS દ્વારા અમદાવાદનાં પ્રસિદ્ધ મંદિરોના દર્શન કરી શકે તે માટે બસો દોડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 ઓક્ટોબરથી લઈને 14 ઓક્ટોબર સુધી બસો મારફતે ધાર્મિક સ્થળોએ મુસાફરી કરી હતી. આ 7 દિવસોમાં 42 બસો ધાર્મિક વર્ધી માટે દોડાવવામાં આવી હતી અને આ 42 બસોમાં 1702 જેટલા પેસેન્જરોએ મુસાફરી કરી હતી. તો આ 7 દિવસની રૂ.10.21 લાખની આવક થઈ છે.

નવરાત્રીમાં પણ ધાર્મિક બસોનું આયોજન કર્યું
AMTSના ચેરમેન વલ્લભભાઈ પટેલએ જણાવ્યુ હતું કે, શ્રાવણ મહિનામાં મંદિરોમાં દર્શન માટે બસ સેવા શરૂ કરવામાં આવી હતી. તેમ નવરાત્રીમાં પણ ધાર્મિક બસોનું આયોજન કર્યું હતું. જેથી સિનિયર સીટીઝન અને બાળકો મુસાફરી શકે માતાજીનાં દર્શન કરી શકે. બસોની ટિકિટ પણ 60 રૂપિયા મોટા લોકોની અને નાના બાળકોની 40 રૂપિયા રાખી હતી. જેથી નાનામાં નાના માણસો પણ આ મુસાફરી કરી શકે.

આગામી સમયમાં વધુ બસો શરૂ કરવામાં આવશે
AMTS દ્વારા વધુ એક રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આજે લાલદરવાજાથી ઉમિયાધામ જાસપૂર સુધી બસની 63/1 રૂટની સેવા શરૂ કરવામાં આવી છે. અત્યારે આ રૂટની એક બસ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં પેસેન્જરોનો કેવો પ્રતિસાદ મળે છે તેના પરથી બીજી વધારે બસો શરૂ કરવામાં આવશે. આ રૂટની એક બસ દિવસમાં 5 ટ્રીપ કરશે.

અન્ય સમાચારો પણ છે...