ગુજરાતમાં કોરોના / લોકડાઉનના 68 દિવસમાં 16760 કેસ, પરંતુ અનલોકના 61 દિવસમાં 44644 કેસથી હાહાકારઃ દરરોજ સરેરાશ 731 કેસ અને 23 મોત

In 61 days of unlock with an average of 731 cases and 23 deaths per day
X
In 61 days of unlock with an average of 731 cases and 23 deaths per day

  • લોકડાઉનના 68 દિવસમાં દરરોજ સરેરાશ 246 કેસ અને 15 મૃત્યુ થયા
  • જૂન મહિનાના 30 દિવસમાં 15849 કેસ, 810 મોત અને 13751 ડિસ્ચાર્જ
  • જુલાઈના 31 દિવસમાં 28795 કેસ, 593 મોત અને 21237 ડિસ્ચાર્જ થયા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 01:11 PM IST

અમદાવાદ. ગુજરાતમાં કોરોના મહામારીને 135 દિવસનો સમય થઇ ગયો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી 31 મે સુધી 4 તબક્કામાં લોકડાઉન જાહેર કરાયું હતું. લોકડાઉનના આ 68 દિવસમાં 16760 કેસ સામે આવ્યા હતા અને 1010 દર્દીના મૃત્યુ થયા હતા. લાગી રહ્યું હતું કે હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિને નિયંત્રિત કરી શકાશે અને લાંબો સમય સુધી આર્થિક પ્રવૃત્તિઓ રોકી ન શકાય એ માટે રાજ્યને ધીરે-ધીરે અનલોક કરવામાં આવ્યું હતું. પરંતુ 1 જૂનથી 31 જુલાઈ સુધીના અનલોક-2ના તબક્કામાં રાજ્યમાં કોરોના રોકેટગતિએ વધ્યો છે. આ 61 દિવસમાં રાજ્યમાં 44644 કેસ નોંધાયા તો 1403 દર્દીના મૃત્યુ થયા છે. એટલે કે લોકડાઉનમાં રોજ 246 કેસ અને 15 મોત નોંધાતા હતા. અનલોકમાં દરરોજ સરેરાશ 731 કેસ અને 23 મોત નોંધાયા છે. લોકડાઉનમાં નોંધાયેલા કેસની સરખામણીએ અનલોક 1-2માં અઢી ગણા કેસ વધુ નોંધાયા છે.

લોકડાઉનમાં દર કલાકે 10 કેસ, અનલોકમાં 29 કેસ નોંધાયા
રાજ્યમાં લોકડાઉન 68 દિવસ એટલે કે 1632 કલાક રહ્યું હતું. જ્યારે અનલોકને અમલી બનાવ્યાને 61 દિવસ એટલે કે 1464 કલાક વિત્યા છે. લોકડાઉન 68 દિવસમાં દર કલાકે 10 કેસ નોંધાતા હતા, તો દર દોઢ કલાકે 1 મોત અને દર કલાકે 6 દર્દી ડિસ્ચાર્જ થતા હતા. જ્યારે અનલોકના 61 દિવસમાં દર કલાકે 30 કેસ નોંધાયા છે અને દર કલાકે 1 દર્દીનું મોત અને 23 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

જુલાઈમાં દરરોજ સરેરાશ 928 કેસ અને 19 મોત
25 માર્ચથી 31 મે સુધી રાજ્યમાં 16760 કેસ, 1010 મોત અને 9919 ડિસ્ચાર્જ થયા હતા. લોકડાઉન હોવા છતાં પણ રાજ્યમાં કેસ વધ્યા હતા અને કોરોનાથી થતા મોતનો આંકડો પણ વધારે હતો. લોકડાઉનના આ 68 દિવસમાં દરરોજ સરેરાશ 246 કેસ અને 15 મૃત્યુ નોંધાયા હતા. જ્યારે અનલોક-1 જૂન મહિનાના 30 દિવસમાં 15849 કેસ, 810 મોત અને 13751 ડિસ્ચાર્જ થયા હતા. અનલોક એકના 30 દિવસમાં દરરોજ સરેરાશ 528 કેસ અને 27 મૃત્યુ નોંધાયા હતા. જુલાઈમાં અનલોક-2 અમલી બનાવાયું હતું. જુલાઈના 31 દિવસમાં રાજ્યમાં 28795 કેસ, 593 મોત અને 21237 ડિસ્ચાર્જ થયા છે. અનલોક-2માં દરરોજ સરેરાશ 928 કેસ અને 19 મૃત્યુ થયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી