તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની કાર્યવાહી:6 દિવસમાં શહેરમાં BU પરમિશન વિના ઉપયોગમાં લેવાતા 2245 યુનિટોને સીલ કરી દેવામા આવ્યા

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઈકોર્ટની ટકોર બાદ AMCએ સપાટો બોલાવ્યો - Divya Bhaskar
હાઈકોર્ટની ટકોર બાદ AMCએ સપાટો બોલાવ્યો
  • પશ્ચિમ ઝોનમાં 54 યુનિટ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 20 યુનિટ્સ અને દક્ષિણ ઝોનમાં 28 યુનિટ સીલ કરાયા.
  • સિલિંગ ઝુંબેશમાં માત્ર નાના વેપારી દંડાય છે, મોટા બિલ્ડર, અધિકારી કે ભલામણો કરનારા રાજકારણીઓ છટકી જાય છે.

અમદાવાદમાં BU પરમિશન વગર ઉપયોગમાં લેવાતા યુનિટ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. છેલ્લા પાંચ દિવસથી AMCનું એસ્ટેટ વિભાગ BU વિનાના એકમો સામે કાર્યવાહી કરી રહ્યું છે. આજે છઠ્ઠા દિવસે પણ AMCએ વિવિધ વિસ્તારમાં તવાઈ બોલાવી 5 ઝોનમાં મળી 169 યુનિટ સીલ કર્યા છે.આજે કરેલી કાર્યવાહીમાં પશ્ચિમ ઝોનમાં 01, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 18, પૂર્વ ઝોનમાં 46 અને દક્ષિણ ઝોનમાં 104 મળીને કુલ 169 યુનિટ સીલ કરવામાં આવ્યા હતાં. આમ 5 ઝોનમાં કુલ 06 મકાનોમાં 169 યુનિટ સીલ કરાયા છે તો 31 મેથી 5 જૂનના મળીને કુલ 2245 યુનિટ સીલ કરવામાં આવ્યા છે.

6 દિવસમાં 2245 યુનિટ સીલ કરાયા
મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 31મી મેથી 4 જૂન સુધીમાં કોમર્શીયલ વપરાશકર્તાઓની 1140 દુકાનો/ઓફિસ/ક્લાસીસ, હોટલના 523 રૂમો, રેસ્ટોરાંના 67 યુનિટો, 33 સ્કૂલના 511 રૂમ અને 1 ઈન્ડસ્ટ્રીયલ એકમ થઈને કુલ 2245 યુનિટ સીલ કરવામાં આવેલા છે. આગામી દિવસોમાં પણ આ સીલિંગની કાર્યવાહીની ઝૂંબેશ ચાલુ રહેશે.

જ્ઞાનદિપ પ્રાથમિક શાળાને સીલ મારી દેવાયું
જ્ઞાનદિપ પ્રાથમિક શાળાને સીલ મારી દેવાયું

પશ્ચિમ ઝોનમાં 9 સ્કૂલો સીલ
આ પહેલા ગઈકાલે શહેરના પશ્ચિમઝોનમાં આવતા રાણીપ, નવાવાડજ અને વાડજ સહિતના વિસ્તારમાં આવતી 9 સ્કૂલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત 10 બિલ્ડીંગને સીલ કરવામાં આવી છે. સિલિગ ઝુંબેશ અંતર્ગત કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ અલગ વિસ્તારમાં 30થી વધુ કોમ્પ્લેક્સની 500 જેટલી દુકાનો, 10થી વધુ હોટલ,12 જેટલી સ્કૂલને સીલ મારી દીધી છે.

રાણીપમાં મારૂતિ કોમ્પલેક્ષ સીલ
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી અને વહીવટદારોની મિલીભગતથી શહેરમાં આવેલી અનેક બિલ્ડીંગ બીયુ પરમિશન વગર ચાલતી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ થતા જ હવે કોર્પોરેશનને ના છૂટકે સિલિગ કરવાની ફરજ પડી છે. જેથી હવે મિલકતધારકો પૈસા આપ્યા અને સીલ પણ થતાં ભોગવવાનો વારો આવ્યો છે. બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં હવે કડક કાર્યવાહી કરાઈ છે. આજે ગુરુવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના વાડજ અને નવાવાડજ વિસ્તારમાં આવેલી 9 સ્કૂલ અને રાણીપ શાકમાર્કેટમાં આવેલું મારૂતિ કોમ્પ્લેક્સ સીલ કર્યું છે.

આજે શનિવારે AMCએ કરેલી કાર્યવાહી
આજે શનિવારે AMCએ કરેલી કાર્યવાહી

​​​​વસ્ત્રાલમાં 88 ઓફિસ અને દુકાનો સીલ
અગાઉ રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી હોટલ સહિત 7 જગ્યાઓને સીલ કરી હતી. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે વસ્ત્રાલમાં આવેલા ઓમ આર્કેડની 88 ઓફિસ અને દુકાનો સીલ કરી હતી. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરવામાં આવી હતી.

યુનિવર્સિટી પ્લાઝા ફરી સીલ
અનેક એવા પણ બિલ્ડિંગ છે જે આવી ઝુંબેશમાં સીલ થાય છે પરંતુ તે બાદ ફરીથી પાછલા બારણે તેના સીલ ખુલી જાય છે. તેમજ તેમણે સીલ ખોલતાં સમયે આપેલી બાંહેધરીનું શું થયું તે પૂછવાની પણ તસ્દી લેવામાં આવતી નથી. દોઢ વર્ષ પહેલા પાર્કિંગ-બીયુ મુદ્દે યુનિવર્સિટી પ્લાઝા સીલ થયું હતું જે ફરી સીલ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...