• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In 5 Years, The Price Of Petrol Will Go Up By Rs. A Huge Increase Of 42, 6.30 Crore More Went Out Of The Pockets Of The People Every Day

ઇંધણમાં ભડકો:અમદાવાદમાં 5 વર્ષમાં પેટ્રોલના ભાવમાં રૂ. 42નો તોતિંગ વધારો, લોકોના ખિસ્સામાંથી રોજના 6.30 કરોડ વધુ ગયા

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 40 લાખથી વધુ વાહનો, રોજની અંદાજે 15 લાખ લિટર પેટ્રોલની ખપત

પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે માત્ર 5 વર્ષમાં જ અમદાવાદમાં એક લિટર પેટ્રોલ પર રૂ. 42 નો વધારો થયો છે. ત્યારે અમદાવાદ શહેરની રોજની પેટ્રોલની ખપત અંદાજે 15 લાખ લિટર જેટલી છે. તેને ધ્યાને લઇએ તો આ વધારાએ અમદાવાદીઓના ખીસ્સા પર જ રોજનું રૂ. 6.30 કરોડનુ ભારણ નાખ્યું છે.

અમદાવાદ શહેરમાં પ્રથમ વખત પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર કરી ગયો છે. મોંઘવારી વચ્ચે પેટ્રોલમાં થયેલા ભાવ વધારાની અસર શહેરના સામાન્ય નાગરિકો પર વધારે થઇ રહી છે. ત્યારે શહેરમાં પેટ્રોલનાં ભાવવધારો જોઇએ તો માત્ર 5 વર્ષમાં જ અમદાવાદ શહેરમાં પ્રતિ લિટર રૂ 42નો વધારો થયો છે. તો ડીઝલમાં 10 વર્ષમાં રૂ. 56.6નો વધારો નોંધાયો છે.

શહેરમાં 180 જેટલા પેટ્રોલપંપ છે. પ્રતિદિન સામાન્ય રીતે તમામ પેટ્રોલપંપ પર 10 હજાર લિટર પેટ્રોલનું એક ટેન્કર પહોંચતું હોય છે. જો માત્ર 150 પેટ્રોલપંપ પર રોજનું 10 હજાર લિટર પેટ્રોલનું ટેન્કર ગણીએ તો પણ અમદાવાદમાં રોજ 15 લાખ લિટર પેટ્રોલની ખપત હોવાનું જોવા મળે છે. તો બીજી તરફ શહેરના પેટ્રોલપંપ પર 20 લાખ લિટર જેટલી ડીઝલની ખપત છે. આ રીતે જો આંકડાકીય વિગતો ધ્યાને લઇએ તો પણ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં ભાવવધારાને કારણે અમદાવાદીઓના ખિસ્સા પર પેટ્રોલમાં રૂ. 6.30 કરોડનું રોજનું ભારણ પડ્યું છે. ત્યારે બીજી તરફ ડીઝલની વાત કરીએ તો પણ રોજનું રૂ. 11.3 કરોડ જેટલું ભારણ નાગરિકો પર પડી રહ્યું છે. શહેરમાં અત્યારે 40 લાખ કરતાં પણ વધારે વાહનો છે.

ફ્યુઅલનો ભાવ વધારો

પેટ્રોલ58.1 (1લી માર્ચ 2016)રૂ. 100 (7મી ઓક્ટોબર 2021)રૂ. 42નો વધારો
ડીઝલ42.27 (1લી નવેમ્બર 2010)98.87 ( 7મી ઓક્ટોબર 2021)રૂ. 56.6નો વધારો
અન્ય સમાચારો પણ છે...