• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In 5 Years In Ahmedabad, 4.25 Million Development Works Have Been Done In Jodhpur Ward, 18 In Bodakdev, 17 In Naranpura, Only 15 Lakhs In Vasana Ward.

વિકાસનાં કામો:અમદાવાદમાં 5 વર્ષમાં જોધપુર વોર્ડમાં 4.25, બોડકદેવમાં 18, નારણપુરામાં 17, વાસણા વોર્ડમાં માત્ર 15 લાખનાં વિકાસનાં કામો થયાં છે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દર વર્ષે સંસદ સભ્યને 5 કરોડ, ધારાસભ્યને 1.5 કરોડ અને કોર્પોરેટરને 30 લાખની ગ્રાન્ટ મળતી હોય છે
  • વિકાસનાં કામો માટે લોકોના પ્રતિનિધિઓને અપાતી ગ્રાન્ટ સોસાયટીના બોર્ડ કે બાંકડા મૂકવા પાછળ જ ખર્ચાતી હોય છે

લોકોના પ્રતિનિધિઓને સરકાર તરફથી લાખો-કરોડોની ગ્રાન્ટ મળતી હોય છે. પરંતુ વિકાસના કામોમાં તેનો ખાસ ઉપયોગ થતો નથી. છેલ્લા 5 વર્ષમાં જોધપુર વોર્ડમાં વિકાસના કામો પાછળ માંડ 4.25 લાખ, બોડકદેવમાં 18 લાખ, નારણપુરામાં 17 લાખ અને વાસણા વોર્ડમાં માત્ર 15 લાખ વિકાસકામો પાછળ ખર્ચાયા છે. સરકાર તરફથી સંસદસભ્યને વર્ષે રૂ.5 કરોડ, ધારાસભ્યને 1.5 કરોડ અને કોર્પોરેટરને 30 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.

કોર્પોરેટરો અને ધારાસભ્યો જેવા જનપ્રતિનિધિ સોસાયટીના બોર્ડ બનાવવામાં કે બાંકડાં મૂકવામાં અથવા સોસાયટીના અંદરના રોડ બનાવવા જેવા નાના-મોટા કામ પાછળ ગ્રાન્ટનો ઉપયોગ કરતાં હોય છે. અમદાવાદના જનપ્રતિનિધિઓએ છેલ્લા 5 વર્ષમાં સ્થાનિક વિસ્તાર વિકાસ માટે માત્ર 18.29 કરોડની ગ્રાન્ટ વાપરી છે. 2018થી સપ્ટેમ્બર 2022 સુધીના આંકડા મુજબ વસ્ત્રાલ વોર્ડમાં સૌથી વધુ 2.15 કરોડના વિકાસકામો થયા છે.

સંસદસભ્ય હોય, ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય, ગ્રાન્ટના ઉપયોગ પર નજર રાખવામાં બધા સરખાં છે. જે કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તે કામ થાય છે કે નહીં તેનું ફોલોઅપ લેવામાં આવતું નથી. આને કારણે અનેક વિસ્તારમાં ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવી હોવા છતાં તે વપરાયા વગર પડી રહી છે. આ ઉપરાંત વિકાસલક્ષી કામોમાં વિલંબ પણ સામાન્ય બાબત છે. ગ્રાન્ટના ઉપયોગમાં પણ ભારે વિસંગતિ જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્યારેક એવું પણ બને છે કે, બિન મહત્ત્વના કામો પાછળ ગ્રાન્ટનો મોટોભાગ વપરાઈ જાય છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓએ 5 વર્ષમાં તેમના બજેટમાંથી વિકાસ કામો માટે કરેલો ખર્ચ

વોર્ડબજેટમાંથીખર્ચ
થયેલાં કામો
બોડકદેવ1218.06
થલતેજ2121.99
ગોતા3641.84
ચાંદલોડિયા4944.12
ઘાટલોડિયા3736.65
સરખેજ1116.19
મક્તમપુરા6438.56
જોધપુર44.25
વેજલપુર3827.36
વાસણા1714.9
પાલડી2620.37
નવરંગપુરા4128.19
નારણપુરા1417.04
નવા વાડજ4333.03
સ્ટેડિયમ1814.56
રાણીપ7276.38
સાબરમતી4830.35
ચાંદખેડા4116.88
અસારવા7220.34
શાહીબાગ2112.88
શાહપુર4613.13
દરિયાપુર579.85
ખાડિયા7713.77
જમાલપુર10631.41
બાપુનગર4925.4
કુબેરનગર3213.59
નરોડા5655.35
સરસપુર4222.03
સરદારનગર3357.87
સૈજપુર બોઘા3717.25
ઇન્ડિયા કોલોની229.12
ઠક્કરબાપાનગર3629.83
મણિનગર2613.12
બહેરામપુરા105105.75
દાણીલીમડા3522.44
ખોખરા5228.99
ઇસનપુર3721.36
લાંભા4540.67
વટવા138105.42
ઇન્દ્રપુરી3619.7
અમરાઇવાડી7229.72
ભાઇપુરા7052.08
ગોમતીપુર5724.79
રામોલ139119.66
વસ્ત્રાલ170215.84
વિરાટનગર5137.5
નિકોલ93100.47
ઓઢવ3959.15

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...