તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તદ્દન અયોગ્ય વાત:જિલ્લા પંચાયતમાં 7માંથી 5 કમિટીમાં મહિલાઓ ચેરમેન પણ વર્ચસ્વ પતિનું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરમાં ટકોર કરી હતી કે, સમિતિઓમાં મહિલા સભ્યોના પતિઓ વહીવટ કરવાની વાત અયોગ્ય

અમદાવાદ જિલ્લા પંચાયતમાં સાત સમિતીઓની રચના કરી દેવાઇ છે. સાત કમિટીઓના ચેરમેનોમાં પાંચ કમિટીઓમાં મહિલાઓને સ્થાન અપાયું છે. પરંતુ જિલ્લા પંચાયતમાં મહિલા ચેરમેનોના બદલે તેઓના પતિદેવો અથવા પરિવારના કોઇ મોભીનું વર્ચસ્વ રહેશે. ગત ટર્મમાં પણ મહિલા ચેરમેનોની ખુરશીમાં પતિદેવો જ વહીવટ કરતાં હતાં. અગાઉ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરમાં ટકોર કરી હતી કે, સમિતીઓમાં મહિલા સભ્યોના પતિઓ વહીવટ કરવાની વાત તદ્દન અયોગ્ય વાત છે. નિતી વિષયક નિર્ણયોમાં મહિલા ચેરમેનોનું પોતાનું યોગ્યદાન હોવું જોઇએ.

આગામી વિધાનસભાની ચુંટણીઓને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા પંચાયતમાં સત્તાપક્ષ ભાજપ દ્વારા વિવિધ સમિતીઓમાં ચેરમેન અને સભ્યોની નિમણૂંક કરાઇ છે. સત્તાપક્ષ ભાજપ 30 બેઠકો અને કોંગ્રેસ 4 બેઠકો ધરાવે છે. રાજ્યની મોટાભાગની જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા કબજે કરી છે.

હવે વિધાનસભાની ચુંટણીમાં પણ અમદાવાદ જિલ્લાની તમામ બેઠકો ઉપરાંત રાજ્યમાં વધુ બેઠકો આવે તે આશાએ ભાજપ દ્વારા સમિતીઓની રચના કરાઇ છે. જોકે જિલ્લા પંચાયતમાં સભ્યોની નિણમૂંકથી માંડલ અને વિરમગામના સદસ્યોમાં નારાજગી છે. સમિતીઓની નિમણૂંકમાં વટવા, ધોળકા, દસક્રોઇ અને સાણંદના ધારાસભ્યોનું વર્ચસ્વ પણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત જિલ્લા ભાજપના બે પૂર્વ સભ્યની ભૂમિકા પણ મહત્વની રહી હતી.

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી સમિતિમાં ત્રણ પટેલોનો સમાવેશ
સાત સમિતીઓમાં નિમણૂંક થનાર સભ્યોમાં ત્રણ પટેલ સમાજના છે. હાલની સ્થિતીની ધ્યાનમાં રાખી ત્રણ સમિતીઓમાં પટેલ સમાજના સભ્યોને ચેરમેન બનાવાયા છે. જેમાં એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. પટેલ સમાજના સભ્યોને વધુ વર્ચસ્વ અપાતા જિલ્લા ભાજપના સભ્યોમાં નારાજગી છે.

અન્ય સમાચારો પણ છે...