કાર્યવાહી:અમદાવાદમાંથી 5 મહિનામાં 2 ડઝનથી વધુ ઇકો કારનાં સાઇલેન્સર્સ ચોરતી ગેંગના બે ઝડપાયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાઇલેન્સરમાં વપરાતી કીમતી પેલેડિયમ ધાતુ કાઢી વેચતા હતા

અમદાવાદ શહેર-જિલ્લામાંથી બે ડઝનથી વધુ ઇકો કારના સાઇલેન્સરોની ચોરી કરતી ગેંગના બેની અમદાવાદ જિલ્લા એલસીબીએ ધરપકડ કરી હતી. સાઇલેન્સરમાંથી નીકળતી પેલેડિયમ ધાતુ 10 હજાર રૂપિયે કિલોના ભાવે વેચાતી હોવાથી તેમણે ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એલસીબી પીઆઈ આર. જી. ખાંટને મળેલી બાતમીના આધારે તેમણે સાણંદ-બાવળા રોડ પર વોચ ગોઠવી કારમાં પસાર થઈ રહેલા તૌફિક અજમેરી (ઉં.25) અને મુનાફ વોરા (ઉં.57, ધોળકા)ને ઝડપી પાડ્યા હતા, તેમની પાસેથી 3 સાઇલેન્સર પણ મળ્યાં હતાં. તેમણે છેલ્લા 5 મહિનામાં અસલાલી, ગાંધીનગર, મહેસાણા, કલોલ, કઠલાલમાંથી સાઇલેન્સર્સની ચોર્યાની કબૂલાત કરી હતી.

3 કારમાંથી 2 કિલો જેટલી ધાતુ નીકળતી હતી
એક કારના સાઇલેન્સરમાંથી 600થી 700 ગ્રામ માટીના હિસાબે, 3 કારમાંથી 2 કિલો માટી કાઢીને તૌફિક ભંગારમાં વેચતો, કોઈને શંકા ન જાય તે માટે જુદા જુદા શહેરમાંથી સાઇલેન્સરની ચોરી કરતો હતો.

10 મિનિટમાં ધાતુ કાઢીને સાઇલેન્સર ફિટ કરી દેતા હતા
તૌફિક રાતે કાર લઈને સાઇલેન્સર ચોરવા નીકળતો, મુનાફ તેની કાર ચલાવતો. તે જે ગાડીનું સાઇલેન્સર ચોરે, તેના માલિકને શંકા ન જાય તે રીતે કારમાંથી સાઇલેન્સર કાઢીને ત્યાં તેની પાસેનું માટી વગરનું સાઇલેન્સર ફિટ કરી દેતો, જેમાં તૌફિકને માત્ર 10 મિનિટ લાગતી હતી.

અન્ય સમાચારો પણ છે...