તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In 455 Days, 6.55 Lakh People Bought Masks Worth Rs. 52.54 Crore Fined; 88,296 Vehicles Were Detained And Rs 33 Crore Fined For Violating Curfew

જાહેરનામા ભંગનો દંડ:455 દિવસમાં 6.55 લાખ લોકોએ માસ્કનો રૂ. 52.54 કરોડ દંડ ભર્યો; કર્ફ્યૂ ભંગ બદલ 88,296 વાહન ડિટેન કરી 33 કરોડ દંડ વસૂલાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં માસ્ક પહેર્યા વગર ફરતા અને ડિટેન કરાયેલાં વાહન છોડાવવા પોલીસે રૂ. 86.43 કરોડ વસૂલ્યા

અમદાવાદમાં 455 દિવસમાં માસ્ક વગરના 6.55 લાખ લોકોને પોલીસે પકડીને રૂ.52.54 કરોડ દંડ વસૂલ્યો હતો. જ્યારે આ જ ગાળા દરમિયાન પોલીસે કર્ફ્યૂ-જાહેરનામા દરમિયાન બહાર નીકળેલા 88,296 વાહનો ડિટેઈન કરીને તેને છોડવા માટે રૂ.33.89 કરોડ દંડ વસૂલ્યો હતો. આમ કોરોના કાળ દરમિયાન પોલીસે અમદાવાદના લોકો પાસેથી દંડ પેટે વધારાના રૂ.86.43 કરોડ વસૂલ્યા હતા. પોલીસે 25 જૂને એક જ દિવસમાં માસ્ક પહેર્યા વગરના 1974 લોકો પાસેથી 19.74 લાખ દંડ વસૂલ્યો હતો. જ્યારે 185 વાહન ડિટેઈન કરીને રૂ.3.82 લાખ દંડ વસૂલ્યો હતો.

જાહેરનામા ભંગના 87,946 ગુના નોંધાયા

  • કર્ફ્યૂ-જાહેરનામા ભંગના 87,946 ગુના નોંધી પોલીસે 1.02.517 લોકોની ધરપકડ કરી
  • 88,296 વાહનો ડિટેઈન કરીને રૂ.33,89,40,977 દંડ વસૂલ્યો
  • માસ્ક વગરની 6,55,310 વ્યક્તિઓ પાસેથી ર.52,54,64,300 દંડ વસૂલાયો

કોરોનાના કારણે શહેરના 20 પોલીસ અધિકારી-કર્મચારીઓ મૃત્યુ પામ્યા
કોરોનાના કારણે 31 ડિસેમ્બર 2020 સુધીમાં 14 પોલીસ કર્મચારીઓના અને ચાલુ વર્ષે જાન્યુઆરીથી આજ દિન સુધીમાં 6 પોલીસ કર્મચારીઓનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 943 પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. જ્યારે હાલમાં માત્ર એક જ પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત છે.

અન્ય સમાચારો પણ છે...