ગેરકાયદેસર દબાણો દુર કરાયા:3 માસમાં મ્યુનિ.એ 600 કરોડના 49 પ્લોટ પરથી દબાણો દૂર કર્યાં

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 20થી વધારે ટીપી રોડ પણ ખુલ્લા કરવામાં આવ્યા
  • વાડજ​​​​​​​-ઇસનપુરમાં 200 કરોડના બે પ્લોટ ખાલી કરાવાયા

શહેરમાં થોડા સમય પહેલા મ્યુનિ.દ્વારા 1200 કરોડના પ્લોટ ખુલ્લા કરાવ્યા બાદ તાજેતરમાં છેલ્લા 3 મહિનામાં જ 600 કરોડના 49 જેટલા પ્લોટ ખુલ્લા કરાવ્યા છે. મ્યુનિ. ટી.પી. કમિટિમાં અધિકારીઓ દ્વારા શહેરમાં મોટા પ્રમાણમાં ટી.પી. રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. શહેરમાં 20 થી વધારે ટી.પી.રસ્તાઓ પણ ખુલ્લા કરવામાં આવ્યા છે.

ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા પ્રમાણે શહેરમાં છેલ્લા 3 મહિના દરમ્યાન મ્યુનિ.ના પ્લોટ પર થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા. જેમાં વાડજ અને ઇસનપુર વિસ્તારમાં જ 200 કરોડના બે પ્લોટ ખુલ્લા કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત શહેરમાં મહત્વના ટીપી રસ્તાઓ પણ ખોલવામાં આવ્યા છે. જેમાં જોધપુર વોર્ડમાં ટી.પી.204, સરખેજ તળાવ પાસે 24 મીટરનો રસ્તો. મક્તમપુરા વિસ્તારમા ંપણ હાઇવે તરફના 7.50 મીટરના રસ્તા ખુલ્લા કરાયા છે. તે ઉપરાંત કઠવાડામાં ટી.પી. 415, 416(એ), 416 (બી), વિંઝોલના ટીપી. 93ના રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે.

સૈજપુર બોધાની ટીપી 47, કુબેરનગરની ટીપી 80, 96, 415, 93 હાથીજણ નિકોલની ટીપી નં. 73, 92, 77 ખુલ્લી કરાઇ. ઓગણજના ટીપી. 48એમાં રસ્તો ખુલ્લો કરાયો. સૈજપુર બોઘાની ટી.પી.સ્કીમ 47, અસારવાની ટીપી સ્કીમ નં. 30 સહિત શહેરના વિવિધ વિસ્તારમાં ટીપી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...